કટોકટીની યાદમાં 25 જૂનને સંવિધાન હત્યા દિવસ જાહેર કરતી મોદી સરકાર

PC: twitter.com

કેન્દ્રની મોદી સરકારે 25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ જાહેર કરી દેવામાં આવી છે. તેને લઈને કેન્દ્રએ નોટિફિકેશન જાહેર કરી છે. 25 જૂન 1975ના રોજ તત્કાલીન ઇન્દિરા ગાંધી સરકારે દેશમાં કટોકટીની જાહેરાત કરી હતી. હવે તેને ધ્યાનમાં લઈને મોદી સરકારે કોંગ્રેસને ઘેરતા આ દિવસને ‘સંવિધાન હત્યા દિવસ’ જાહેર કરી દીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે X પર તેની જાણકારી આપી છે. તેમણે પોસ્ટ કરી કે, 25 જૂન 1975ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તાનાશાહી માનસિકતાનો પરિચય આપતા દેશ પર કટોકટી થોપીને આપણાં લોકતંત્રની આત્માનું ગળું દબાવી દીધું હતું. લાખો લોકોને કોઈ ભૂલ વિના જેલમાં નાખી દેવામાં આવ્યા અને મીડિયાના અવાજને દબાવી દેવામાં આવ્યો. ભારત સરકાર દર વર્ષે 25 જૂને ‘સંવિધાન હત્યા દિવસ’ના રૂપમાં મનાવવાનો નિર્ણય લીધો છે.’

તેમણે પોતાની આ પોસ્ટમાં આગળ કહ્યું કે, આ દિવસ એ બધા લોકોના મહાન યોગદાનને યાદ કરશે, જેમણે 1975ની કટોકટીના અમાનવીય દર્દને સહન કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનું ઉદ્દેશ્ય એ લાખો લોકોના સંઘર્ષનું સન્માન કરવાનું છે, જેમણે તાનાશાહી સરકારની અસંખ્યા યાતનાઓ અને ઉત્પીડનનો સામનો કરવા છતા લોકતંત્રને પૂનર્જીવિત કરવા માટે સંઘર્ષ કર્યો. સંવિધાન હત્યા દિવસ દરેક ભારતીયની અંદર લોકતંત્રની રક્ષા અને વ્યક્તિગત સ્વતંત્રતાની અમર જ્યોતિને જીવિત રાખવાનું કામ કરશે. જેથી કોંગ્રેસ જેવી કોઈ પણ તાનાશાહી માનસિકતા ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ન કરી શકે. #SamvidhaanHatyaDiwas.

ક્યારે અને કેવી રીતે લાગે છે કટોકટી?

ભારતના સંવિધાનના અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરવાનો અધિકાર છે. વડાપ્રધાનની અધ્યક્ષતાવાળા મંત્રી મંડળની લેખિત ભલામણ પર કટોકટીની જાહેરાત કરવામાં આવે છે. એ હેઠળ નાગરિકોના બધા મૌલિક અધિકારો રદ્દ થઈ જાય છે. જ્યારે આખા દેશ કે કોઈ રાજ્ય પર અકાળ, બાહ્ય દેશોનું આક્રમણ કે આંતરિક પ્રશાસનિક અવ્યવસ્થા કે અસ્થિરતા વગેરેની સ્થિતિ ઉત્પન્ન થઈ જાય, એ સમયે એ ક્ષેત્રની બધી રાજનીતિક અને પ્રશાસનિક શક્તિઓ રાષ્ટ્રપતિના હાથોમાં જતી રહે છે. ભારતમાં અત્યાર સુધી કુલ 3 વખત કટોકટી લાગી ચૂકી છે. તેમાં વર્ષ 1962, 1971 તેમજ 1975માં અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટી લગાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, 1975માં કટોકરી લાગૂ કરવાની જાહેરાત અલ્લાહબાદ હાઈકોર્ટના એક નિર્ણય બાદ થઇ હતી. હાઇ કોર્ટે ઇન્દિરા ગાંધીની ચૂંટણીને પડકાર આપનારી અરજી પર 12 જૂન 1975ના રોજ નિર્ણય સંભળાવ્યો હતો. હાઇ કોર્ટે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રાયબરેલીથી ચૂંટણીને રદ્દ કરી દીધી હતી અને આગામી 6 વર્ષ સુધી તેમના ચૂંટણી લડવા પર પ્રતિબંધ પણ લગાવી દીધો હતો. ત્યારબાદ ઇન્દિરા ગાંધીના રાજીનામાની માગ શરૂ થઈ ગઈ અને દેશમાં ઠેર ઠેર આંદોલન થવા લાગ્યા.

સુપ્રીમ કોર્ટે પણ હાઈ કોર્ટના આદેશને યથાવત રાખ્યો. ત્યારબાદ ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી હતી. રાજનીતિક પાર્ટી તેને અલોકતાંત્રિક બતાવતા ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસને ઘેરતા રહે છે. જે પરિસ્થિતિઓમાં કટોકટી લાગૂ કરવાની જાહેરાત કરવામાં આવી, જે રીતે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેની જાણકારી આપી, તેને લઈને સવાલ ઉઠ્યા. ઇન્દિરા સરકારના નિર્ણયને તાનાશાહી બતાવતા વિભિન્ન સંગઠન વિરોધમાં ઉતરી આવ્યા અને ભારે વિરોધ શરૂ થઈ ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp