અમિત શાહ વીડિયો કેસમાં આ રાજ્યના CMને પણ સમન્સ

PC: aajtak.in

ગૃહમંત્રી અમિત શાહનો ફેક એડિટેડ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાના મામલામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ સાયબર ક્રાઈમ ટીમે 2 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા બંને આરોપીઓ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. ખાસ એજન્ડા હેઠળ અમિત શાહની બે બેઠકોના વીડિયો કાપીને વાયરલ કરવામાં આવ્યા હતા.

પકડાયેલા બે આરોપીઓના નામ સતીષ વાંસોલા અને R.B.બારિયા છે. સતીશ વાંસોલા કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનું પ્રાદેશિક કાર્યાલય સંભાળે છે, જ્યારે R.B. બારિયા આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ છે. બંનેએ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હી પોલીસ આ મામલે ઝડપથી કાર્યવાહી કરી રહી છે અને ઘણા રાજ્યોમાં તેની તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ તપાસનો વ્યાપ અનેક રાજ્યોમાં ફેલાયો છે. એડિટેડ વીડિયોની તપાસ માટે દિલ્હી પોલીસની અલગ-અલગ ટીમોને ઝારખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા અને નાગાલેન્ડ મોકલવામાં આવી છે. પોલીસે નકલી વીડિયો કેસમાં તેલંગાણાના CM રેવંત રેડ્ડીને પણ સમન્સ પાઠવ્યા છે.

નકલી વીડિયો શેર કરવાના સંબંધમાં UPમાં સમાજવાદી પાર્ટીના એક લોકસભા ઉમેદવારને નોટિસ આપવામાં આવી છે અને તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ઝારખંડમાં કોંગ્રેસના એક નેતાને પણ નોટિસ મળી છે. પૂછપરછ માટે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. નાગાલેન્ડના કોંગ્રેસ નેતાને પણ નોટિસ મોકલવામાં આવી છે.

આ તમામને પોતાના મોબાઈલ સાથે લાવવા માટે કહેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસે તેલંગાણાના CM રેડ્ડી સહિત છ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે. એડિટેડ વીડિયો કેસમાં ઘણા રાજ્યોના લોકો સામેલ છે.

અહીં તમને જણાવી દઈએ કે, અમિત શાહનો ફેક વીડિયો જે સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો હતો તે અનામત સાથે સંબંધિત હતો. અમિત શાહે ગુવાહાટીના ફેક વીડિયોને લઈને કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા.

અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી જુઠ્ઠાણા ફેલાવીને જનતામાં ભ્રમ ફેલાવવા માંગે છે. ભારતીય જનતા પાર્ટી SC, ST અને OBC માટે અનામતની સમર્થક છે અને તેના રક્ષણ માટે હંમેશા ભૂમિકા ભજવશે. PM નરેન્દ્ર મોદીએ પણ આ વાત ઘણી વખત કહી છે. SC, ST અને OBCની અનામતને જો કોઈ પાર્ટીએ લૂંટી છે તો તે કોંગ્રેસ પાર્ટી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp