શું NDAમાં થશે નીતિશ કુમારની વાપસી? BJP નેતાએ એન્ટ્રી માટે રાખી આ શરત

PC: businesstoday.in

બિહારમાં ફરી એક વખત રાજનીતિક ઉથલ-પાથલની અટકળો લાગવા લાગી છે, જેણે કેન્દ્રીય ગ્રહ મંત્રી અમિત શાહના એક નિવેદને વધુ હવા આપી દીધી છે. અમિત શાહે એક અખબારને હાલમાં આપેલા ઇન્ટરવ્યૂમાં JDU અને નીતિશ કુમારની NDAમાં વાપસીની સંભાવનાઓ પર ટિપ્પણી કરી. તેમને પૂછવામાં આવ્યું કે શું નીતિશ કુમાર માટે NDAના દરવાજા અત્યારે પણ ખુલ્લા છે? તેના જવાબમાં અમિત શાહે કહ્યું કે, પ્રસ્તાવ આવશે તો વિચારીશું. તેમના નિવેદન બાદ બિહારના રાજકીય ગલિયારામાં JDU અને RJDના સંબંધોની કડવાટની ચર્ચા થવા લાગી છે.

આ દરમિયાન ભાજપ નેતા સંજય સરાવગીએ કહ્યું કે, જો નીતિશ કુમાર તેમની પાર્ટીની સભ્યતા ગ્રહણ કરે છે, ત્યારે તેમનું સ્વાગત છે. નીતિશ કુમાર હાલમાં INDI ગઠબંધનમાં કોંગ્રેસ, લાલુ અને તેજસ્વી સાથે છે. INDI ગઠબંધનનું કોઈ ભવિષ્ય નથી. જો નીતિશ કુમાર ભાજપની સભ્યતા ગ્રહણ કરીને પાર્ટીમાં આવે છે ત્યારે તેમના સ્વાગત માટે અમે તૈયાર છીએ. INDI ગઠબંધનમાં સીટ વહેચણીને લઈને એકબીજા સાથે ખેચતાણ ચાલી રહી છે. તો JDU તરફથી પણ પ્રેશર પોલિટિક્સ થઈ રહી છે.

પાર્ટીનું કહેવું છે કે નીતિશ કુમારના બેડાઘ છબીવાળા નેતા છે. તેમણે જ INDIA બ્લોકના ફેસ હોવું જોઈએ, JDU નેતા અને બિહાર સરકારમાં મંત્રી જમા ખાને કહ્યું કે, INDIA ગઠબંધને લોકસભાની ચૂંટણી નીતિશ કુમારના ચહેરા પર લડવી જોઈએ કેમ કે અમારા નેતા ઉપર કોઈ ડાઘ નથી. નીતિશ કુમાર બધા જાતિ ધર્મોને સાથે લઈને ચાલે છે. જો કોઈ અમારા નેતા ઉપર એક પણ ડાઘ લગાવી દે છે તો હું રાજનીતિ છોડી દઇશ. તેનાથી સારી છબીના કોઈ બીજા નેતા નહીં હોય શકે.

રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, નીતિશ કુમાર NDAમાં આવી શકે છે. તેઓ લાલુથી પરેશાન છે. RJD નીતિશને ખૂબ પરેશાન કરી રહી છે. બિહાર વિધાનસભામાં વિપક્ષ નેતા વિજય કુમાર સિંહના આવાસ પર કાલે ભાજપના ધારાસભ્યોની બેઠક થઈ. તો નીતિશ કુમારે પણ JDUના બધા ધારાસભ્યો અને સાંસદોને આગામી આદેશ સુધી પટનામાં રહેવા કહ્યું છે.

બિહારમાં ભાજપની સહયોગી પાર્ટી હિન્દુસ્તાન આવામ મોરચા (HAM)ના પ્રમુખ જિતનરામ માંઝીએ X પર એક પોસ્ટમાં પોતાના બધા ધારાસભ્યોને 25 જાન્યુઆરી સુધી પટનામાં જ રહેવા કહ્યું છે. બિહારમાં આ રાજકીય હલચલને જોતા અટકળો લગાવવામાં આવી રહી છે કે 22 જાન્યુઆરી બાદ અને પ્રજાસત્તાક દિવસ અગાઉ રાજ્યમાં કંઈક મોટો ઉલટફેર જોવા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp