પીકઅપ વાને 8 વર્ષની બાળકીને કચડતા લોકોએ ડ્રાઇવરને જીવતો સળગાવ્યો

PC: khabarchhe.com

ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે, અકસ્માતની ઘટના બાદ રોષે ભરાયેલા લોકો દ્વારા વાહનમાં તોડફોડ કરવામાં આવી હોય અથવા તો વાહનને આગ લગાવી દેવામાં આવી હોય. ત્યારે આવી જ એક ઘટના મધ્ય પ્રદેશના અલીરાજપુરમાં સામે આવી છે. જ્યાં એક પિકઅપ વાને એક બાળકીને કચડી હોવાના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને ત્યારબાદ રોષે ભરાયેલા લોકોએ ડ્રાઇવરને માર માર્યો હતો. ત્યારબાદ પિકઅપ વાનની અંદર આગ લગાવી દીધી હતી.

લોકોનો રોષ હજુ શાંત ન થતા રોષે ભરાયેલા લોકોએ સળગતી પિકઅપ વાનમાં જ ડ્રાઈવરને નાખી દેવામાં આવ્યો હતો. જેથી ડ્રાઇવર ગંભીર રીતે દાઝી ગયો હતો. ગંભીર હાલતમાં ડ્રાઇવરને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન ડ્રાઇવરનું મોત થઇ ગયું. 

રિપોર્ટ જામલી જોબટના ભાબરામાં મગનસિંહ નામનો વ્યક્તિ રહેતો હતો. મગનસિંહ પિકઅપ વાન ચલાવીને માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકોનું ગુજરાન ચલાવતો હતો. શુક્રવારના રોજ ડ્રાઇવર મગનસિંહ પોતાનું પિકઅપ વાન લઈને મધ્ય પ્રદેશના અલીરાજપુરમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે 8 વર્ષની બાળકીનો અકસ્માત પિકઅપ સાથે થયો હતો. 

આ અકસ્માતમાં બાળકીને ગંભીર ઇજા થઇ હોવાના કારણે 8 વર્ષની બાળકીનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું હતું. બાળકીનું મોત થયું હોવાના કારણે લોકો રોષે ભરાયા હતા અને રોષે ભરાયેલા લોકોએ મગનસિંહના પિકઅપ વાનમાં તોડફોડ કરીને આગ લગાવી દીધી હતી. ત્યારબાદ લોકોએ ડ્રાઇવર મગનસિંહને માર માર્યો હતો. જોકે લોકોનો રોષ આટલેથી શાંત ન થતા તેમણે ડ્રાઇવર મગનસિંહને સળગતી પિકઅપ વાનમાં નાખી દીધો હતો. જેથી ડ્રાઇવર ગંભીર રીતે દાઝી ગયો હતો.

ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં ડ્રાઈવરને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટનાને પગલે ડ્રાઇવરના પરિવારના સભ્યોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. એવી પણ માહિતી મળી છે કે, ડ્રાઈવરની હાલત ગંભીર હોવાના કારણે સૌપ્રથમ તેને સ્થાનિક જિલ્લાની હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગુજરાતના દાહોદની હૉસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે ઘટના સ્થળ પર રોષે ભરાયેલા લોકોને શાંત કર્યા હતા. તો બીજી તરફ આ ઘટનાને લઇને SDM કિરણ અંજનાએ કહ્યું હતું કે, આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને જે પણ દોષિત સાબિત થશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp