કેજરીવાલની ધરપકડ પર સત્યપાલ મલિક કેમ થઈ રહ્યા છે ટ્રેન્ડ, ભવિષ્યવાણીની પણ ચર્ચા

PC: hindustantimes.com

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ ઘણા નેતાઓના નિવેદન આવી રહ્યા છે. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, સંદીપ દીક્ષિત જેવા નેતાઓએ તેમની સાથે ઊભા રહેવાની વાત કહી છે, તો અખિલેશ યાદવ જેવા નેતાઓએ પણ ધરપકડ પર સવાલ ઉઠાવ્યા છે. આ દરમિયાન X (અગાઉ ટ્વીટર) પર સત્યપાલ મલિક ટ્રેન્ડ થઈ રહ્યા છે. તેમણે ગયા વર્ષે જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી અગાઉ અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે.

તેમની વાત સાચી સાબિત થઈ છે. એવામાં તેમના નિવેદનની ક્લિપ શેર કરતા લોકો ટિપ્પણી કરી રહ્યા છે કે, સત્યપાલ મલિકની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ. પોતે સત્યપાલ મલિકે પણ આ બાબતે ટ્વીટ કરીને કહ્યું કે, મેં તો પહેલા જ કહ્યું હતું કે, ચૂંટણી અગાઉ કેજરીવાલની ધરપકડ કરવામાં આવશે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના સત્યપાલ મલિકે પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, ગાદી પર બેઠા તાનાશાહ ડરપોક વ્યક્તિ છે, જે દેશની સરકાર એજન્સીઓનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સત્યપાલ મલિક છેલ્લા ઘણા વર્ષોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરતા રહ્યા છે. ખેડૂત આંદોલનના સમયથી જ તેઓ મોદી સરકાર પર હુમલાવર રહ્યા છે. સત્યપાલ મલિકે X પર લખ્યું કે, 'મેં આજથી 10 મહિના અગાઉ એક ઇન્ટરવ્યૂમાં કહી દીધું હતું કે આ મોદી સરકાર, ચૂંટણી અગાઉ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરશે. ગાદી પર બેઠા તાનાશાહ ડરપોક વ્યક્તિ છે, જે દેશની સરકારી એજન્સીઓનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરીને મોદી સરકારે પોતાના તાબૂતમાં અંતિમ ખીલ ઠોકી લીધી.

નોંધનીય છે કે, થોડા દિવસ અગાઉ સત્યપાલ મલિકના ઘર પર પણ CBIની ટીમ પહોંચી હતી. જમ્મુ-કાશ્મીરમાં એક હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટમાં ગરબડીના કેસમાં ટીમ તેમના ઘરે પહોંચી હતી. એ દરમિયાન સત્યપાલ મલિક હૉસ્પિટલમાં એડમિટ હતા. તેને તેમણે (સત્યપાલ મલિકે) અત્યાચાર કરાર આપ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે તેમના સ્ટાફને પણ પરેશાન કરવામાં આવી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp