બનારસમાં ધાર્મિક એકતાનું ઉદાહરણ જોવા મળ્યું,મુસ્લિમ સમુદાયના લોકોએ કરી કન્યાપૂજા

PC: livevns.news/Varanasi

નવરાત્રિ દરમિયાન, મનુષ્ય દુર્ગાના રૂપમાં કન્યાઓની પૂજા કરીને વ્યક્તિગત રીતે દેવી દુર્ગાના આશીર્વાદ મેળવી શકે છે. કન્યા પૂજા નવરાત્રિના કોઈપણ દિવસે અથવા કોઈપણ સમયે કરી શકાય છે. પરંતુ અષ્ટમી અને નવમી કન્યાઓની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. દેવી ભાગવત પુરાણ અનુસાર, હવન, જપ અને દાનથી દેવી એટલા પ્રસન્ન નથી થતા જેટલા તે કન્યાની પૂજાથી પ્રસન્ન થાય છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતાના આશીર્વાદ મેળવવા માટે કન્યાઓના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે.

દેશભરમાં શારદીય નવરાત્રી પર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દેશની સાંસ્કૃતિક રાજધાની કાશીમાં ધાર્મિક એકતા તેમજ ગંગા-જમના સંસ્કૃતિનું અદ્ભુત ચિત્ર જોવા મળી રહ્યું છે. નવરાત્રિમાં કન્યા પૂજનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે અને આ ક્રમમાં મુસ્લિમ સમુદાયના લોકોએ વારાણસીમાં વિધિ વિધાન પ્રમાણે 108 કન્યાઓની પૂજા કરી હતી. આ સિવાય ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે, આ પરંપરા છેલ્લા 15 વર્ષથી ચાલી રહી છે. જેમાં હિંદુ-મુસ્લિમ એકસાથે આવીને એકબીજાના તહેવારોમાં પૂરા ઉત્સાહથી ભાગ લે છે.

કન્યા પૂજામાં સામેલ શકીલ અહેમદે વાતચીત દરમિયાન જણાવ્યું કે, નવરાત્રીના અવસર પર વારાણસીના રામાપુરા સ્થિત ડાયમંડ પેલેસમાં વિધિ વિધાન મુજબ 108 કન્યાઓની પૂજા કરવામાં આવી હતી. આ સમય દરમિયાન, નાની છોકરીઓને ચૂંદડી પહેરાવીને, ચંદન લગાવીને અને આરતી ઉતારીને તેમને પ્રસાદ આપવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું કે, છેલ્લા 15 વર્ષથી ઉત્તર પ્રદેશ ભાઈચારા સમિતિ તરફથી હિન્દુ મુસ્લિમો એકબીજાના તહેવારોમાં ભાગ લે છે અને ધાર્મિક એકતા અને કાશીની ગંગા-જમના સંસ્કૃતિની પરંપરાનું પાલન કરે છે. આ પ્રસંગમાં હિંદુ મુસ્લિમ ધર્મના તમામ લોકો સામેલ છે, જેમણે બાળકીની પૂજા કરીને વિશ્વના કલ્યાણની કામના કરી છે.

શહેરના એક ખાનગી પેલેસમાં કન્યા પૂજા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 108 કન્યાઓનું વિધી વિધાન મુજબ પૂજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લોકોએ વિશ્વના કલ્યાણ તેમજ ભારતની પ્રગતિ અને સમૃદ્ધિ માટે માતા દુર્ગાને પ્રાર્થના કરી હતી. શારદીય નવરાત્રિ પર વારાણસીના અલગ-અલગ સ્થળોએથી કન્યા પૂજાની તસવીરો આવી રહી છે, જેમાં ભક્તો નાની છોકરીઓની વિધિવત પૂજા કરતા અને નવરાત્રિ પર ઉપવાસના પારણાં કરતા જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp