જમ્મુ-કાશ્મીરના પુલવામામાં મુઠભેડ, 3 આતંકી ઠાર, 1 જવાન શહિદ

PC: twimg.com

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ડાલીપુરામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા, જોકે, આ કાર્યવાહીમાં સેનાનો એક જવાન શહિદ થઈ ગયો. રાત્રે આશરે અઢી વાગ્યે સુરક્ષાદળોને ડાલીપુરા ગામમાં કેટલાક આતંકીઓ સંતાયા હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ તેમની શોધમાં વિસ્તારમાં CRPF, પોલીસ અને સેનાએ સંયુક્ત અભિયાન ચાલાવ્યું હતું. આ દરમિયાન આતંકીઓ તરફથી આશરે સાડા ત્રણ વાગ્યે ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું, જેનો સુરક્ષાદળોએ જડબાતોડ જવાબ આપ્યો.

સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે થયેલી મુઠભેડમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે. જોકે, તેમાં એક જવાન પણ શહિદ થયો છે. સાથે જ એક નાગરિક અને બે જવાન પણ ઘાયલ થઈ ગયા, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સર્ચ ઓપરેશન દરમિયાન ભારે માત્રામાં હથિયાર અને ગોળા બારૂદ જપ્ત કરવામાં આવ્યો છે. સુરક્ષાની દ્રષ્ટિએ વિસ્તારમાં ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. સાથે જ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, આ અગાઉ જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં રવિવારે સુરક્ષાદળોની સાથે મુઠભેડમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સુરક્ષાદળોને દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના હિન્દ સીતાપુર વિસ્તારમાં આતંકવાદીઓ સંતાયા હોવાની સૂચના મળી હતી, ત્યારબાદ વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. તેમણે જણાવ્યું હતું કે, સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ તેમના પર ગોળીઓ ચલાવી હતી, ત્યારબાદ સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. ત્યારબાદ બંને તરફથી મુઠભેડ શરૂ થઈ જેમાં બે આતંકીઓ માર્યા ગયા.

સાથે જ તેમણે જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકીઓના શવ બરામદ કરી લેવામાં આવ્યા છે, અને તેમની ઓળખ જાવેદ એહમદ ભટ્ટ અને આદિલ બશીર વાની તરીકે થઈ છે. ભટ્ટ કુલગામના રેડવાનીનો રહેવાસી હતો જ્યારે વાની કુલગામના ડીએચ પોરાના વારી પોરા વિસ્તારનો રહેવાસી હતો. પોલીસ રેકોર્ડ અનુસાર, આ બંને આતંકીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp