ઇન્ડિયા-કેનેડા સંબંધોમાં સુધારાના સંકેત, વીઝા મામલે લેવાયો મહત્ત્વનો નિર્ણય

PC: joharlive.com

ભારત સરકારે કેનેડા સાથેના સંબંધોમાં સુધારાની હિમાયત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે, જે અંતર્ગત તેણે કેનેડિયન નાગરિકો માટે બંધ કરાયેલી E-VISA સેવા ફરી શરૂ કરી છે.

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ આપેલા વિવાદાસ્પદ નિવેદન પછી કેનેડા અને ભારત વચ્ચે તણાવ વધ્યો હતો, ત્યાર પછી પહેલીવાર PM નરેન્દ્ર મોદી અને કેનેડાના PM જસ્ટિન ટ્રુડો આમને-સામને થશે. જો કે, મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આ બેઠક પહેલા, ભારત સરકારે સંબંધોમાં સુધારાની તરફેણ કરતા એક મોટું પગલું ભર્યું છે, જે અંતર્ગત તેણે કેનેડિયન નાગરિકો માટે બંધ E-VISA સેવા ફરી શરૂ કરી છે. 21 સપ્ટેમ્બરે ભારતે કેનેડિયન નાગરિકો માટે E-VISA સેવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

જો કે, આ પછી, 26 ઓક્ટોબરથી, ભારતે કેટલીક વિશેષ શ્રેણીઓમાં વિઝા સેવાઓ ફરી શરૂ કરવાની વાત કરી હતી. જેમાં એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝા સામેલ હતા. જોકે, હવે કેનેડિયન નાગરિકો માટે તમામ પ્રકારની E-VISA અરજીઓમાં છૂટછાટ આપવામાં આવી છે.

બંને નેતાઓ G-20ની વર્ચ્યુઅલ સમિટમાં મળવા જઈ રહ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, છેલ્લા બે મહિનાથી ભારતે કેનેડાના નાગરિકો માટે ઈલેક્ટ્રોનિક વિઝા સેવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આવી સ્થિતિમાં, એકવાર E-VISA સેવા પુનઃસ્થાપિત થયા પછી, કેનેડિયન નાગરિકો ભારતની મુસાફરી કરી શકશે. સપ્ટેમ્બર મહિનામાં કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ તેમના દેશની સંસદમાં કહ્યું હતું કે, કેનેડિયન તપાસ એજન્સી નિજ્જરની હત્યા કેસમાં ભારતીય એજન્ટોની સંડોવણીની તપાસ કરી રહી છે. PM જસ્ટિન ટ્રુડોના આ આરોપોને ભારત સરકારે વાહિયાત ગણાવીને ફગાવી દીધા હતા.

અહીં તમને જણાવી દઈએ કે, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પછી ફરી એકવાર વૈશ્વિક નેતાઓની એક મોટી સમિટ યોજાવા જઈ રહી છે. PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે G-20ની વર્ચ્યુઅલ સમિટ યોજાવા જઈ રહી છે. તેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ ભાગ લેવાના છે. કેનેડાના PM જસ્ટિન ટ્રુડો પણ વર્ચ્યુઅલ ટેબલ પર હાજર રહેશે. જો કે, આ વખતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આ સમિટમાં ભાગ લેશે. જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અન્ય કાર્યક્રમમાં હાજરી આપવાના કારણે હાજર રહી શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp