દહીં હાંડી ફોડવા પર 55 લાખથી લઈને સ્પેન જવાની ઓફર, સરકારી નોકરી પણ મળશે!

PC: twitter.com/ZyiteGadgets

કોરોનાવાયરસ સંબંધિત તમામ નિયંત્રણો હટાવ્યા બાદ મહારાષ્ટ્રમાં 'દહી હાંડી' તહેવાર મોટા પાયે ઉજવવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યમાં ઠેર-ઠેર ભક્તોના જૂથો દહીંથી ભરેલા માટલા ફોડવાને લઈને ચર્ચામાં છે. આ વખતે મહારાષ્ટ્રની બહુચર્ચિત દહીં હાંડી સ્પર્ધામાં, લાખોના ઈનામોથી લઈને વિદેશ પ્રવાસની તકો સુધી વિજેતા જૂથોને મળશે.

CM એકનાથ શિંદેએ ગુરુવારે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે મહારાષ્ટ્ર સરકારે દહીં હાંડીને 'સાહસિક રમત'નો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. સરકારી નોકરીઓમાં પણ 5% અનામત આપવામાં આવશે. પ્રો કબડ્ડીના નિયમોના આધારે રાજ્યમાં ટૂંક સમયમાં દહીં હાંડી સ્પર્ધા પણ શરૂ કરવામાં આવશે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી નિમિત્તે આયોજિત દહીં હાંડી કાર્યક્રમોમાં ભાગ લેનારા આ યુવા સ્પર્ધકો હવે સરકારી નોકરીઓમાં સ્પોર્ટ્સ ક્વોટામાંથી ભરતી થવાને પાત્ર બનશે. CM એકનાથ શિંદે સરકારની આ જાહેરાત સાથે હવે દહીં હાંડીનો કાર્યક્રમ વધુ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે.

બે વર્ષ બાદ યોજાઈ રહેલા આ ઈવેન્ટમાં ઈનામની રકમ 55 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ આ વર્ષે કુલ 55 લાખ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી છે. MNSના થાણે અને પાલઘર પ્રમુખ અવિનાશ જાધવે કહ્યું કે, પાર્ટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિજેતાને 11 લાખ રૂપિયા આપવામાં આવશે. જે ટીમ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરશે અથવા તોડશે તેને સ્પેન જવાનો મોકો મળશે.

BJPએ શિવસેનાના ગઢમાં પોતાને મજબૂત કરવા માટે મુંબઈભરમાં 300થી વધુ દહીંહાંડી ઈવેન્ટ્સનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. સૌથી મોટો કાર્યક્રમ આદિત્ય ઠાકરેના ઘર વિસ્તાર વરલીના જંબોરી મેદાનમાં યોજાશે. દરમિયાન શિવસેનાએ તેના સેના ભવન મુખ્યાલયની સામે 'નિષ્ઠા દહીં હાંડી'નું આયોજન કર્યું છે.

આદિત્ય ઠાકરે તેમની પાર્ટીના નેતાઓ દ્વારા આયોજિત દહીંહાંડીની મુલાકાત લેશે અને CM એકનાથ શિંદે પણ રાજકીય દહીંહાંડીની મુલાકાત લેતા જોવા મળશે. સ્વામી પ્રતિષ્ઠાને તેની ઈવેન્ટ માટે કુલ ઈનામી રકમમાં રૂ. 51 લાખની પણ જાહેરાત કરી હતી, જ્યાં વિજેતાને રૂ. 11 લાખ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગોવિંદાઓને હવે રાજ્ય સરકાર દ્વારા વીમા સુરક્ષા આપવામાં આવશે. જો દહીંહાંડી રમતી વખતે કોઈ અકસ્માત થાય અને આવી સ્થિતિમાં કોઈ ગોવિંદાનું મૃત્યુ થાય તો સંબંધિત ગોવિંદાના પરિવારજનોને મદદ તરીકે 10 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. ગંભીર ઈજાના કિસ્સામાં 7 લાખ 50 હજાર રૂપિયાની રકમ મદદ તરીકે આપવામાં આવશે. એટલે કે આવા અકસ્માતમાં જો કોઈ ગોવિંદા બંને આંખ કે બંને પગ કે બંને હાથ કે શરીરના કોઈ બે મહત્વપૂર્ણ અંગ ગુમાવે તો તેને સાડા સાત લાખ રૂપિયા રાજ્ય તરફથી મદદ તરીકે આપવામાં આવશે. સરકાર આવી દુર્ઘટનામાં જો કોઈ ગોવિંદનો હાથ-પગ અથવા શરીરનો કોઈ ભાગ કપાઈ જાય તો આવી સ્થિતિમાં તેમને મદદ તરીકે 5 લાખ રૂપિયા આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp