આવો ગાંધીપ્રેમ તમે ક્યારેય નહીં જોયો હોય, જાણો 100 વર્ષના મોતીરામની કુરબાની

PC: hindi.news18.com

હિમાચલ પ્રદેશના CM જયરામ ઠાકુરના ગૃહક્ષેત્ર સરાજમાં આવેલા ખમરાદા ગામના એક વૃદ્ધ પોતાની ચાર વિઘા જમીન દાન કરવા માગે છે. લગભગ 100 વર્ષના મોતીરામ નામના આ વૃદ્ધની જમીન દાન કરવા પાછળ એક શરત છે કે આ જમીન પર ફક્ત મહાત્મા ગાંધીનું જ મંદિર બને. મોતીરામે મહાત્મા ગાંધીના મંદિર માટે જમીન દાન કરવાનો પ્રસ્તાવ DC ઋગવેદ ઠાકુરને આપ્યો છે. મોતીરામ આ પ્રસ્તાવ આપવા માટે 70 કિમી અંતર કાપીને DC કાર્યાલય ગયા હતા અને ત્યાં મહાત્મા ગાંધીનું મંદિર બનાવવાની મોહર લગાવી.

મોતી રામે જણાવ્યું હતું કે આજે દેશ આઝાદીમાં આપેલી મહાત્મા ગાંધીની કુરબાનીઓ ભૂલી ગયો છે અને આ જ કારણ છે કે જેથી તેઓ તેમના ગામમાં મહાત્મા ગાંધીનું મંદિર બનાવવાની ઇચ્છા ધરાવે છે. મોતીરામે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીને લીધે જ દેશને આઝાદી મળી છે. બાકી ગુલામીની જિંદગી જીવવી કોઈના માટે સંભવ ન હતે.

મોતીરામે મહાત્મા ગાંધી સાથે લાહોરમાં કામ કર્યું હતું. આજે તેમની ઉંમર 100 વર્ષની છે. પણ તેઓ આજે પણ તે સમયની યાદો પોતાના મગજમાંથી કાઢી શક્યા નથી. દેશની આઝાદી માટે તેમણે લાહોરમાં ગાંધીજીના ખભા સાથે ખભો મેળવીને કામ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp