ચીની ગ્લોબલ ટાઈમ્સના એડિટરને આનંદ મહિન્દ્રાનો શાનદાર જવાબ, થઈ રહ્યો છે વાયરલ

PC: cnbctv18.com

ભારત સરકારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને 59 ચાઈનીઝ એપ્સને બેન કરી દીધી છે. આ ઘટના બાદ ભારત અને ચીન બંને તરફ સોશિયલ મીડિયા પર ખૂબ જ હલચલ મચી ગઈ છે. ચીનના ગ્લોબલ ટાઈમ્સના એડિટર હૂ શિઝિનએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે, જો ચીનના લોકો ભારતીય પ્રોડક્ટને બેન પણ કરવા ઈચ્છે તો પણ તેમની પાસે કોઈ વિકલ્પ જ નથી. આથી ભારતીયો પાસે કંઈક એવુ હોવુ જોઈએ જે રાષ્ટ્રવાદ કરતા વધુ મહત્ત્વપૂર્ણ હોય. આ ટ્વીટને જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ રિટ્વીટ કર્યું છે. આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, આ કમેન્ટ ભારતીય કંપનીઓ માટે સૌથી વધુ પ્રભાવકારી સાબિત થઈ શકે છે. તેમણે આ પ્રોવોકેશન માટે હૂ શિઝિનનો આભાર પણ વ્યક્ત કર્યો છે. સાથે જ એવી પણ ચેતવણી આપી છે કે આના કારણે અમે નિશ્ચિત કરવામાં આવેલી દિશામાં ખૂબ જ ઝડપથી આગળ વધીશું.

સરકારે જે 59 ચાઈનીઝ એપ્સને બેન કરી દીધી છે, તે લિસ્ટમાં TikTok, UC Browser, Shareit, Helo, Likee, Club Factory, Weibo, Bigo Live, Vivo Video, Clean Master, Beauty Plus, Weibo, WeChat, YouCam makeup, Virus Cleaner, Beauty Plus અને Xender જેવા જાણીતી એપ્સના નામ સામેલ છે. આ ઘટના બાદ ટ્વીટર પર વોકલ ફોર લોકલ અંતર્ગત ઘણી કંપની એપ અને પ્રોડક્ટને લઈને અલગ-અલગ ટ્રેન્ડ ચલાવી રહ્યા છે.

Roposo પર થઈ રહી છે ચર્ચા

TikTokની જેમ એક ભારતીય વીડિયો એપ છે Roposo. સોમવારની ઘટના બાદ Google Play Store પર તેના ડાઉનલોડના ગ્રાફમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક ટ્વીટર યુઝર્સ PayTM જેવી કંપનીઓને પણ બેન કરવાની માગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આ કંપનીમાં Alibaba અને તેની ગ્રુપ કંપનીના 40 ટકા કરતા વધુ શેર છે. જોકે, એવા લોકો પણ છે, જેમનું કહેવું છે કે, PayTMના ફાઉન્ડર વિજય શેખર શર્મા ભારતીય છે. PayTMનો ઉપયોગ માત્ર ભારતમાં થાય છે અને જો 40 ટકા ચાઈનીઝ શેરમાં સાતત્ય હશે તો પણ 60 ટકા કમાણી ભારતમાં જ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp