આનંદ મહિન્દ્રાએ ‘લજ્જો’ની કહાની શેર કરી, લોકોને કહાનીનો અંત બદલવા કરી અપીલ

PC: news18.com

આનંદ મહિન્દ્રાએ ટ્વીટર પર ‘લજ્જો’ નામની એક નાની છોકરીની કહાની શેર કરી છે. આ કહાનીએ આનંદ મહિન્દ્રાને ખૂબ જ ‘ઈમોશનલ’ કર્યા હતા. તેમને લોકોને લજ્જોની કહાનીનો અંત બદલવાની અપીલ કરી હતી અને ટૂંક સમયમાં જ અનેક લોકો આ પહેલ માટે પોતાનું સમર્થન આપવા લાગ્યા હતા.

‘લજ્જો’ની કહાનીનો જે વીડિયો આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કર્યો છે, તે હકીકતમાં મહિન્દ્રાની ‘નન્હી કલી’ પ્રોજેક્ટ છે, આ પ્રોજેક્ટ દેશમાં છોકારીઓના શિક્ષણ પર જોર આપે છે. આ વીડિયોમાં એક છોકરી અને એક ભેંસની કહાની બતાવવામાં આવી છે, બંનેનું નામ ‘લજ્જો’ છે. સિંગર અને એક્ટર ઈલા અરૂણે ભેંસ બનીને લજ્જો માટે વીડિયોમાં અવાજ આપી છે.

આનંદ મહિન્દ્રાની અપીલ

આ વીડિયોને શેર કર્યાની સાથે આનંદ મહિન્દ્રાએ લખ્યું કે, ‘આ ફિલ્મ માટે નન્હી કલીનો આભાર, જેને મારા અંતર્મનને સ્પર્શ કર્યો. શિક્ષાનો અર્થ માત્ર જ્ઞાન આપવું જ નથી, તેનો અર્થ ગરિમા સાથે જોડાયેલો છે, એ વાતથી જોડાયેલો છે કે છોકરીનું મહત્ત્વ શું છે, ચાલો બધા મળીને લજ્જોની કહાનીનો અંત બદલીએ.’ આની સાથે જ આનંદ મહિન્દ્રાએ અવાજ આપવા માટે ઈલા અરૂણનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

આનંદ મહિન્દ્રાએ આ વીડિયો શેર કર્યા પછી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. લોકોએ જુદી-જુદી કમેન્ટ કરીને આનંદ મહિન્દ્રાની આ પહેલને સપોર્ટ કર્યો છે. એક યૂઝરના ટ્વીટને રીટ્વીટ કરીને આનંદ મહિન્દ્રાએ લખ્યું કે, 'તમારું સમર્થન જરૂરી છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp