Video: 97 વર્ષીય વૃદ્ધાનું કારનામું જોઇ આનંદ મહિન્દ્રા બોલ્યા- આ મારા હીરો

PC: twitter.com

દેશના જાણીતા બિઝનેસમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેઓ પોતાના અકાઉન્ટ દ્વારા રસપ્રદ પોસ્ટ શેર કરતા રહે છે. હાલમાં જ તેમની નવી પોસ્ટ વાયરલ થઇ રહી છે. જેમાં તેમણે એક વીડિયો ક્લિપ શેર કરી છે. જે ચોંકાવનારી છે. આ વીડિયો ક્લિપમાં એખ વૃદ્ધ મહિલા પેરામોટરિંગ કરી રહી છે.

આ વીડિયોમાં એક 97 વર્ષીય મહિલા પેરામોટરિંગ કરતી જોવા મળી રહી છે. જે હેરાન કરનારી વાત છે. ઉંમરના આ પડાવ પર જ્યારે મોટાભાગના લોકો ઘરે રહેવા મજબૂર થાય છે અને કશું પણ ખતરનાક કામ કરવાથી બચે છે, ત્યાં આ મહિલાનો જુસ્સો જોતા બની આવે છે.

વીડિયોમાં શું છે ખાસ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલા આ 55 સેકન્ડના વીડિયોમાં જોઇ શકાય છે કે, આ વૃદ્ધ મહિલા પેરામોટરિંગ કરવા માટે સીટ પર બેસી રહ્યા છે અને આંખો પર ચશ્મા પહેર્યા છે. સાથે જ હેલમેટ અને મોટરિંગના સેફ્ટી બેલ્ટ્સ પહેરી જુસ્સાની સાથે ટ્રેનર સાથે બેસે છે. ત્યાર બાદ ઝડપથી આગળ વધતા હવામાં ઉડી જાય છે અને ઘણી ઉંચાઈ પર પહોંચીને નીચેના નજારાનો આનંદ માણે છે.

રિપોર્ટ્સ અનુસાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ મહિલાનું નામ ઉષા થુસે છે. જેઓ એક સ્કૂલ ટીચર રહ્યા છે. પુણેમાં રહેનાર આ મહિલાને ચાર દીકરીઓ છે. પોતાના આ સાહસિક સ્ટંટથી તેમણે સૌ કોઈને ચોંકાવી દીધા છે અને હાલમાં ચર્ચામાં છે.

પેરામોટરિંગ કરવામાં યુવાઓ પણ ડરી જાય છે. જેનું ઉદાહરણ પાછલા દિવસોમાં આ પ્રકારના વાયરલ વીડિયો જોઇને લગાવી શકાય છે. બીજી તરફ વૃદ્ધ મહિલાનો આ સ્ટંટ લોકોને પ્રભાવિત કરી રહ્યો છે. આ વીડિયો ક્લિપને શેર કરતા આનંદ મહિન્દ્રાએ લખ્યું કે, ઈટ્સ નેવર ટૂ લેટ ટુ ફ્લાઈ. આ મહિલા મારા હીરો છે.

આનંદ મહિન્દ્રાની આ પોસ્ટને યૂઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં 1.4 મિલિયન વ્યૂ મળી ચૂક્યા છે. સાથે જ લોકો આ મહિલાના જુસ્સાને સલામી પણ આપી રહ્યા છે. ઘણાં લોકો મહિલાના આ જુસ્સાને પ્રેરણાદાયી ગણાવી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે, હું પણ 50 વર્ષની ઉંમરમાં આ રીતનો કારનામો કરવા માગું છું. જણાવીએ કે, સોશિયલ મીડિયા પર આનંદ મહિન્દ્રાના એક કરોડથી વધારે ફોલોઅર્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp