ભગવાન રામ પર આનંદ મહિન્દ્રાની મોટીવેશનલ પોસ્ટ વાયરલ થઇ રહી છે

PC: hindustantimes.com

દેશની ઓટોમોબાઇલ જાયન્ય કંપની મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર સતત એક્ટીવ જોવા મળતા હોય છે. જ્યારે 22 જાન્યુઆરીએ આખો દેશ રામની ભક્તિમાં ડુબેલો છે ત્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં મહિન્દ્રાએ ભગવાન રામ પર એક પોસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટ પર મંડે પોઝિટીવના નામથી મુકી છે, જે ઝડપથી વાયરલ થઇ રહી છે. આનંદ મહિન્દ્રા દેશના એવા ઉદ્યોગપતિ છે જે સોશિયલ મીડિયા પોસ્ટ પરથી ટેલેન્ટેડ અને ગરીબ લોકોને શોધી શોધીને મદદ કરે છે.

દેશવાસીઓ વર્ષોથી જે દિવસની રાહ જોઈ રહ્યા હતા તે સોમવારનો અંત અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક સાથે થયો. ચારેકોર રામ નામના નારા ગુંજી રહ્યા છે. સોશિયલ મીડિયા હોય કે કોઈ પણ શહેર કે ગામની શેરીઓ, દરેક જગ્યાએ લોકો રામની ભક્તિમાં તલ્લીન જોવા મળે છે. આવી સ્થિતિમાં સેલિબ્રિટી સોશિયલ મીડિયા પર શું શેર કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.

હવે જો આપણે સોશિયલ મીડિયાની પોસ્ટની વાત કરીએ અને તેમાં આનંદ મહિન્દ્રાનો કોઈ ઉલ્લેખ નથી, તો આવું થઈ શકે નહીં. આનંદ મહિન્દ્રા તેમના સોશિયલ મીડિયા કન્ટેન્ટ માટે જાણીતા છે. તેમની પોસ્ટ વર્તમાન સમયની માહિતી કે સત્યતાથી ભરેલી છે અને સોમવારે તેમણે પોસ્ટ કરેલી પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. આનંદ મહિન્દ્રાએ X પ્લેટફોર્મ પર જે પોસ્ટ કર્યું છે કે આજનું તેમનું મંડે મોટિવેશન ભગવાન રામ છે.

ભગવાન રામ મોટિવેશન કેમ છે તેનું કારણ પણ આનંદ મહિન્દ્રાએ બતાવ્યું છે. તેમણે લખ્યું છે કે એમાં આશ્ચર્યની કોઇ વાત નથી કે સોમવારના મારા મંડે મોટિવેશન મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ છે. કારણકે તેઓ ધર્મથી ઉપર છે. એ મહત્ત્વનું નથી કે કોઇની શું આસ્થા છે, આપણે બધા એવા પ્રાણી છીએ જે સન્માનની સાથે અને મજબુત મૂલ્યોની સાથે જીવવાની અવધારણા પ્રત્યે સમર્પિત છીએ.

મહિન્દ્રાએ આગળ લખ્યુ કે, ભગવાન રામના તીર દુષ્ટતા અને અન્યાય તરફ છે. 'રામ રાજ્ય'નું રાજ્ય - આદર્શ શાસન, તમામ સમાજો માટે આકાંક્ષા છે. આજે 'રામ' શબ્દ વિશ્વનો છે. આનંદ મહિન્દ્રાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમની આ પોસ્ટને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp