વારંવાર પલટીને ફરી ચાલવા લાગી જીપ, આનંદ મહિન્દ્રાએ વીડિયો શેર કરી કહ્યું...

PC: twitter.com

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેઓની દરેક ટ્વીટ લાઇમલાઇટ બની જાય છે. તેઓ એવા વીડિયો અને ફોટો શેર કરે છે જે જોત જોતામાં વાયરલ થઈ જાય છે. શુક્રવારે પણ તેમણે એક જીપનો વીડિયો શેર કર્યો જે ઘણી વખત પલટ્યા બાદ ફરી દોડવા લાગે છે. આ વીડિયો સાથે આનંદ મહિન્દ્રાએ એક શાનદાર પોસ્ટ પણ શેર કરી છે. તેમણે લખ્યું કે, શબ્દકોશમાં ‘On a Roll’ની પરિભાષા હોય છે કે સારી પ્રગતિ કરો અને એ પ્રગતિ થતી રહે. આ કારને જોઈને પણ એવું જ લાગે છે.

તેણે સાથે જ એમ પણ લખ્યું કે, આ વીડિયો સંભવતઃ દક્ષિણ ભારતમાં કોઈ રેલી દરમિયાનનો છે. નિશ્ચિત રીતે કારની મજબૂતી જોઈને અચંબિત છું, પરંતુ હું કોઈને પણ તેને રીપિટ કરવાની સલાહ નહીં આપું. તમે પોતે અહીં તેમની ટ્વીટ જોઈ શકો છો અને વીડિયો પણ જોઈ શકો છો.

 

આ વીડિયોમાં જે જીપ દેખાઈ રહી છે, તે એકદમ મહિન્દ્રા મેજર જેવી છે. મહિન્દ્રા મેજર કંપનીની Willys Jeepનું જ અપડેટ વર્ઝન હતી. મહિન્દ્રાએ વર્ષ 1949મા Willys Jeepને વેચવાની શરૂઆત કરી હતી.

ત્યારબાદ એ જ ગાડીને ડેવલપ કરીને આજની મહિન્દ્રા થાર બનાવવામાં આવી છે. આવી જ એક ઘટનાનો વધુ એક વીડિયો આનંદ મહિન્દ્રાના ટ્વીટર અકાઉન્ટ પર તેમના ફેન્સે શેર કર્યો છે. રાહુલ એસ્ટ્રોલોજરે કમેન્ટ કરતા લખ્યું કે તમે કેમ છો સર? ક્યારેક ક્યારેક જવાબ પણ આપો! તમારી મહેરબાની થશે. ધ સાઉથ ઇન્ડિયન નામના ટ્વીટર યુઝરે લખ્યું કે અરધી ક્રેડિટ ટાયરોને જાય છે. મહેન્દ્ર સિંહે કમેન્ટ કરતા લખ્યું કે આ કંપનીનું દેવાળિયું નીકળી ચૂક્યું છે તમારી બુકિંગ પણ માર્યી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp