અનંત- રાધિકાનો પ્રી-વેડીંગ કાર્યક્રમ, 7000 કરોડના કુઝમાં આ દેશમાં થશે

એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મરચન્ટનો બીજો પ્રી- વેડીંગ કાર્યક્રમ 29 મેના દિવસથી શરૂ થઇ રહ્યો છે.પહેલો પ્રી- વેડીંગ કાર્યક્રમ 1 માર્ચથી જામનગરમાં થય હતો. હવે બુધવારથી ઇટાલીમાં 4 દિવસનો કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે. 7000 કરોડના ક્રુઝમાં દરિયાની વચ્ચે જુદા જુદા કાર્યક્રમ રાખવામાં આવ્યા છે.

29 મેના દિવસે ઇટાલીના પાર્લેમાં પોર્ટ પરથી 800 મહેમાનો સાથે ક્રુઝ રવાના થશે જે 4380 કિ.મીની યાત્રા કરીને ફ્રાન્સ પહોંચશે. પહેલાં દિવસે બપોરે 12થી 4 વેલકમ લંચ હશે. રાત્રે સ્ટેરી નાઇટનો કાર્યક્રમ ક્રુઝ પર રાખવામાં આવ્યો છે.

બીજા દિવસે એ રોમન હોલિડે થીમ રાખવામાં આવી છે, જે સવારે 11 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ચાલશે. સાંજે 8-30થી 1-00 વાગ્યા સુધી સ્વીટ પાર્ટી અને રાત્રે 1 વાગ્યાથી ટોગા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રીજી દિવસે કાન્સ ટૂર અને રાત્રે 1 વાગ્યાથી આફ્ટર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. ચોથા દિવસે મહેમાનોને પોર્ટોફિનો શહેરની ટૂર કરાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp