અનંત-રાધિકાના લગ્નમાં હોટલોને ચાંદી થઇ ગઇ, એક રાતનું ભાડું 1 લાખ રૂપિયા
મુકેશ અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના 12 જુલાઇથી 14 જુલાઇ મુંબઇમાં આવેલા જિયો વર્લ્ડમાં લગ્ન થવાના છે. આ હાઇ પ્રોફાઇલ મેરેજમાં દુનિયાભરના દિગ્ગજો, બોલિવુડ સેલિબ્રીટીઝ, મોટા મોટા નેતાઓ હાજરી આપવાના છે. આને કારણે જિયો વર્લ્ડની આજુબાજુની જે હોટલો છે તેમને બખ્ખાં થઇ ગયા છે. મોટા ભાગની હોટલો હાઉસફુલ થઇ ગઇ છે, એક રૂમની પણ જગ્યા નથી તો કેટલીક હોટલોમાં એક રાતના 1 લાખ રૂપિયા ભાડું વસુલવામાં આવી રહ્યું છે. જ્યાં સામાન્ય દિવસોમાં એક રાતના 13,000 રૂપિયા ભાડું હોય છે.
મુંબઇમાં જિયો વર્લ્ડમાં જ્યાં અનંત રાધિકાના લગ્ન થવાના છે ત્યાં બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ આવેલું છે, જેમાં અનેક ફાઇવ સ્ટાર હોટલો છે. આમાંથી મોટા ભાગની હોટલોના બધા રૂમ્સ બુક થઇ ચૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાના હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp