અનંત-રાધિકાના લગ્નની અંબાણી પરિવારની કંકોત્રી કેવી છે?

PC: freepressjournal.in

એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના લગ્ન 12 જુલાઇથી 14 જુલાઇ સુધી મુંબઇમાં થવાના છે. અંબાણી પરિવારે દ્રારકાના જગત મંદિર અને સોમનાથ દાદાને કંકોત્રી ચરણે ધરી. આ કંકોત્રી વિશિષ્ટ છે એ વાત સામે આવી છે. આ આમંત્રણમાં ચાંદીનું મંદિર છે અને અંદર 4 સોનાની મૂર્તિઓ છે. બીજું એક આમંત્રણ કાર્ડ ગોલ્ડન બોક્સમાં છે. કંકોત્રીના પહેલા પાના પર ભગવાન નારાયણ અનંત- રાધિકાના આર્શવાદ આપતા હોય તેવું ચિત્ર છે. આ કાર્ડમાં નીતા અંબાણના હાથે લખેલો પત્ર પણ છે.

અનંત –રાધિકાના અક્ષરો વાળો જાળીદાર હાથ રૂમાલ અને એક મોરપીચ્છ કલરનો હેન્ડલૂમ સ્કાર્ફ પણ છે. એક સુંદર એમ્બ્રોઇડરી કરેલા વેડીંગ બોક્સ પર ભગવાન વિષ્ણુનું ચિત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp