મંદિરમાં ઉપસ્થિત પ્રાચીન કૂવા પર ટકી ASIની નજર, ખોદકામ દરમિયાન જુઓ શું મળ્યું

PC: gnttv.com

સહારનપુરનો એક કૂવો આ સમયે ચર્ચાઓનો વિષય બન્યો છે. ભારતીય પુરાતત્વ વિભાગ (ASI)ની નજરો પણ આ કૂવા પર ટકી છે. આ કૂવામાંથી અચાનક પ્રાચીન કાળની મૂર્તિઓ, શંખ અને શિલાલેખ નીકળવા લાગ્યા છે. ત્યારબાદ દરેકની નજર આ કૂવા પર અટકી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે આ કૂવાના ખોદકામથી જૂના સમયના ઘણા રહસ્ય પણ સામે આવી શકે છે. સહાનપુરમાં પ્રાચીન સિધ પીઠ ગોટેશ્વર મહાદેવનું મંદિર છે. મંદિર પરિસરમાં એક કૂવો પણ બનેલો છે.

આ મંદિર ખૂબ પ્રાચીન માનવામાં આવે છે. મંદિર પ્રશાસન અહી બનેલા કૂવામાં ખોદકામ અને સાફ સફાઇ કરાવી રહ્યું હતું. તેને વિશ્વાસ હતો કે ખોદકામ બાદ કૂવામાં પાણી આવી શકે છે, પરતું ખોદકામ દરમિયાન કૂવાની નીચેથી જે જે નીકળ્યું તેનાથી દરેકને આઘાત લાગી શકે છે. જેવું જ કૂવાનું ખોદકામ શરૂ થયું, સૌથી પહેલા શિવ પરિવારની મૂર્તિઓ નીકળવાની શરૂ થઈ. ત્યારબાદ કૂવાને લગભગ 6 ફૂટ સુધી ખોદવામાં આવ્યો. આ દરમિયાન કૂવાથી દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ નીકળવાની શરૂ થઈ.

ત્યારબાદ કૂવાના ખોદકામને રોકી દેવામાં આવ્યું અને મામલાની જાણકારી અધિકારીઓને આપી દેવામાં આવી. ઉલ્લેખનીય છે કે, કૂવાના ખોદકામમાં 300 વર્ષથી વધુ જૂનો પ્રાચીન શંખ મળ્યો છે. શંખ ખૂબ સારી હાલતમાં છે અને શંખ અત્યારે પણ વાગી રહ્યો છે. આ શંખ વજનમાં ખૂબ ભારે છે અને એકદમ સુરક્ષિત મળ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે કૂવા નીચે જો વધુ ખોદકામ કરવામાં આવશે તો ત્યાંથી ઘણી પ્રાચીન મૂર્તિઓ અને અન્ય વસ્તુઓ મળી શકે છે.

મંદિર કમિટીના મહામંત્રીનું કહેવું છે કે વર્ષ 2020માં જિલ્લાધિકારીના આદેશ બાદ મંદિરની આસપાસ ગેરકાયદેસર કબજો હટાવવામાં આવ્યો હતો. કહેવામાં આવે છે કે આ મંદિર મરાઠા કાળનું બનેલું છે. માનવામાં આવે છે કે મંદિર નીચે પણ એક મંદિર બન્યું છે. જેનો રસ્તો કૂવાની અંદરથી પણ છે. અમે આ મંદિરનો રસ્તો પણ શોધી રહ્યા હતા અને કૂવામાં પાણી લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા એટલે કૂવાનું ખોદકામ કરાવવામાં આવી રહ્યું હતું. ખોદકામ દરમિયાન જ તેમાંથી મૂર્તિઓ નીકળવાની શરૂ થઈ ગઈ.

ઉલ્લેખનીય છે કે, મંદિર પ્રશાસને કૂવામાંથી પ્રાચીન મૂર્તિઓ નીકળવાની જાણકારી જિલ્લાધિકારીને આપી હતી. જિલ્લાધિકારીએ સિટી મેજીસ્ટ્રેટને તાત્કાલિક મામલાની તપાસના આદેશ આપ્યા. DMના આદેશ બાદ કૂવાનું ખોદકામ રોકાવી દેવામાં આવ્યુ. કૂવા બાબતે રિપોર્ટ જિલ્લાધિકારીએ ASI ટીમને મોકલી દીધો છે. હવે કૂવાનું ખોદકામની જવાબદારી ASIએ લીધી છે. હવે ASIની ટીમ કૂવાનું ખોદકામ કરશે અને આ કૂવાનો ઇતિહાસ, મૂર્તિઓની પ્રાચીનતના ઇતિહાસ બાબતે જાણકારી હાંસલ કરશે. હાલમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp