તેલંગાણામાં રિઝલ્ટ પહેલા આ રાજ્યએ ડેમ પર કબ્જો કર્યો, પાણીને લઈ વિવાદ, તણાવ...

PC: ndtv.com

તેલંગણામાં વિધાનસભા ચૂંટણીના થોડા કલાક પહેલા, આંધ્ર પ્રદેશે કૃષ્ણા નદી પર બનેલા નાગાર્જુન સાગર ડેમને પોતાના કબ્જે કરી લીધો અને પાણી છોડવાનું શરૂ કરી દીધું. જેને લીધે આ બંને રાજ્યો વચ્ચે તનાવ પેદા થઇ ગયો. ગુરુવારે મોડી રાતે 2 વાગ્યાની આસપાસ જ્યારે તેલંગણાના મોટા ભાગના અધિકારીઓ ચૂંટણી વ્યવસ્થામાં વ્યસ્ત હતા, આ દરમિયાન આંધ્ર પ્રદેશના લગભગ 700 પોલીસકર્મીઓએ ડેમ પર કબ્જો કરી રાઈટ કેનાલ ખોલીને 500 ક્યૂસેક પાણી છોડી દીધું.

અમે એટલું જ પાણી લીધું, જે અમારું છે- સિંચાઈ મંત્રી

આંધ્ર પ્રદેશના સિંચાઈ મંત્રી અંબાતી રામબાબૂએ ગુરુવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, અમે પીવાના પાણી માટે કૃષ્ણા નદીના નાગાર્જુન સાગર ડેમના રાઈટ કેનાલમાંથી પાણી છોડી રહ્યા છે. સાથે જ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, તેમણે માત્ર એટલું જ પાણી લીધું છે, જે આંધ્ર પ્રદેશ અને તેલંગણાની વચ્ચે થયેલા કરાર અનુસાર છે. સિંચાઈ મંત્રી રામબાબૂએ મીડિયાને કહ્યું કે, અમે કોઈપણ કરારનું ઉલ્લંઘન કર્યું નથી. કૃષ્ણા નદીનું 66 ટકા પાણી આંધ્ર પ્રદેશનું છે અને 34 ટકા પાણી તેલંગણાનું છે. જે પાણી અમારું નથી, અમે તેનું એક પણ ટીપું લીધું નથી. અમે અમારા ક્ષેત્રમાં અમારી નહેર ખોલવાની કોશિશ કરી. આ પાણી ખરા માપદંડમાં અમારું છે.

તેલંગણા અને આંધ્ર પ્રદેશની વચ્ચે તણાવ વધતા જોઇ કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરતા બંને રાજ્યોને નાગાર્જુન સાગરનું છોડવામાં આવેલું પાણી પાછું કરવાની અપીલ કરી છે. આગળ વિવાદ ન વધે તે માટે આ ડેમની દેખરેખ CRPF દ્વારા કરવામાં આવશે. જે એ વાત પર નજર રાખશે કે બંને પક્ષોને કરાર અનુસાર પાણી મળી રહ્યું છે કે નથી.

આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે ગુરુવારે તેલંગણાના મુખ્ય સચિવ શાંતિ કુમારીએ આરોપ લગાવ્યો કે આંધ્ર પ્રદેશથી લગભગ 500 પોલીસકર્મીઓએ નાગાર્જુન સાગર ડેમમાં ઘૂસીને સીસીટીવી કેમેરાને તોડ્યા અને ગેટ નંબર 5 પર સ્થિત હેડ રેગ્યુલેટરને ખોલીને લગભગ 5000 ક્યૂસેક પાણી છોડી દીધું. સચિવે કહ્યું કે, રાજ્યમાં ચૂંટણી સમયે આંધ્ર પ્રદેશના આ પગલાને લઈ તેલંગણમાં કાયદા-વ્યવસ્થાની સમસ્યા પેદા થઇ છે. આંધ્ર પ્રદેશના આ પગલાને લઈ હૈદરાબાદ અને આસપાસના ક્ષેત્રોના 2 કરોડ લોકોના પીવાના પાણીનો જથ્થો ગંભીર રીતે બાધિત થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp