ફરી ગંભીર રેલવે અકસ્માત, ટ્રેને પાછળથી મારી બીજી ટ્રેનને ટક્કર, 13 લોકોના મોત

PC: cnn.com

આંધ્ર પ્રદેશમાં ગંભીર રેલવે અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે અને 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈસ્ટ કોસ્ટ રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે, રવિવારે સાંજે સાત વાગ્યાની આસપાસ વિશાખાપટ્ટનમથી લગભગ 40 કિમી દૂર કાંતપલ્લેમાં પલાસા પેસેન્જર ટ્રેનથી રાયગડા પેસેન્જર ટ્રેનને પાછળથી ટક્કર મારી દીધી. જેને લીધે તેના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. અધિકારીઓ અનુસાર, રવિવારે સાંજે હાવડા-ચેન્નઈ લાઇન પર એક પેસેન્જર ટ્રેન સિગ્નલથી આગળ નીકળી ગઇ અને બીજી ટ્રેનને પાછળથી ટક્કર મારી દીધી.

વિશાખાપટ્ટનમ અને પલાસાની વચ્ચે એક સ્પેશ્યિલ પેસેન્જર ટ્રેન સિગ્નલ ન હોવાના કારણે અલામંદા અને કાંતપલ્લેની વચ્ચે મુખ્ય લાઇન પર પ્રતિબંધિત ગતિ પર હતી, ત્યારે વિજાગરાયગડા પેસેન્જર ટ્રેને તેને પાછળથી ટક્કર મારી દીધી.

આ અકસ્માતમાં વિશાખાપટ્ટનમ-પલાસા ટ્રેનના છેલ્લા 3 ડબ્બા અને વિશાખાપટ્ટન-રાયગડા પેસેન્જર ટ્રેનનું એન્જિન અને બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. એક ડબ્બો પાટાથી ઉતરીને એક તરફ માલગાડીના વેગન સાથે ટકરાઇ ગયો.

વિજયનગરમ કલેક્ટર નાગલક્ષ્મીએ કહ્યું કે, મરનારાઓની સંખ્યા રવિવારે રાતે 9 વાગ્યા સુધીમાં 13 થઇ હતી. સવાર સુધીમાં રેસ્ક્યૂ ઓપરેશન પૂરી થવાની આશા છે. ઓછામાં ઓછા 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.

આ અકસ્માતને પગલે 18 ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે. 22 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ અકસ્માત વિજાગ-રાયગડા લોકોપાયલટની ભૂલને કારણે થયું હશે, જેમનું અકસ્માતમાં મોત થયું છે. રેલવે સૂત્રોએ પહેલા કહ્યું હતું કે, લોકો પાયલટે સિગ્નલિંગ પર ધ્યાન આપ્યું નહીં હોય.

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈ એસ જગનમોહન રેડ્ડીએ આ ઘટનાને લઇ દુખ વ્યક્ત કરતા રાજ્યના અધિકારીઓને રાજ્યના મૃતકોના પરિજનોને 10-10 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 2-2 લાખ રૂપિયાની રાશિ આપવાનો આદેશ આપ્યો છે.

જણાવીએ કે, આ ઘટનાથી લગભગ 5 મહિના પહેલા ઓરિસ્સામાં 3 ટ્રેનોના ગંભીર અકસ્માતમાં 280થી વધારે પેસેન્જરોના મોત થયા હતા. 2 જૂનના રોજ બહનાગા બજાર સ્ટેશનની પાસે થયેલા આ અકસ્માતમાં શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ, બેંગલોર-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ અને એક માલગાડી સામેલ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp