મહિલા કોન્સ્ટેબલ પર હુમલો કરનારા આરોપીનું એન્કાઉન્ટર, 3 પોલીસકર્મી ઈજાગ્રસ્ત

PC: amarujala.com

સરયૂ એક્સપ્રેસમાં મહિલા કોન્સ્ટેબલ પર હુમલો કરવાના મામલામાં પોલીસ દ્વારા આરોપી અનીસનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. STF અને અયોધ્યા પોલીસે જોઇન્ટ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટરમાં આરોપી નસીમને ઠાર માર્યો છે. તેના બે અન્ય સાથી પણ ઈજાગ્રસ્ત થયા છે. આ એન્કાઉન્ટરમાં SO રતન શર્મા અને બે અન્ય પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે. આ મામલામાં બે અન્ય આરોપીઓને પણ પોલીસ એન્કાઉન્ટરમાં અરેસ્ટ કરવામાં આવ્યા છે.

સાવન મેળા દરમિયાન સરયૂ એક્સપ્રેસમાં મહિલા કોન્સ્ટેબલ પર હુમલો થયો હતો. મહિલાને ગંભીર સ્થિતિમાં લખનૌના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી અને જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાના ખુલાસા માટે STF અને જીઆરપીને કામે લગાવવામાં આવ્યા હતા. આ ઘટના 30 ઓગસ્ટના રોજ બની હતી. આ મામલાને કોર્ટે પણ ધ્યાનમાં લીધો હતો અને મોડી રાતે કોર્ટ ખોલીને સુનાવણી કરવામાં આવી હતી.

જાણકારી અનુસાર, એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવેલ આરોપી અનીસ મહિલા કોન્સ્ટેબલની છેડતી કરી રહ્યો હતો. મહિલાએ તેને પટકી નાખ્યો અને ત્રણ આરોપીઓએ મહિલા પર જીવલેણ હુમલો કરી દીધો. ટ્રેનની બારી સાથે માથુ લગાવીને મહિલાને ઈજાગ્રસ્ત કરી હતી. અયોધ્યા પહેલા ટ્રેન ધીમી થઇ હતી ત્યારે જ ત્રણેય આરોપીઓ ભાગી ગયા હતા. ઉત્તર પ્રદેશ STF અને અયોધ્યા પોલીસે મહિલા કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કરનારા એક આરોપીને ઠાર માર્યો છે. એન્કાઉન્ટર થયેલ આરોપી અનીસના અન્ય બે સાથીઓ આઝાદ અને વિશંભર દયાલ ઈજાગ્રસ્ત છે.

SSPએ જણાવ્યું કે, પીડિત મહિલાને તસવીર દેખાડીને આરોપીની ઓળખ કરાવવામાં આવી હતી. આરોપીઓની સૂચના મળવા પર જ્યારે ઈનાયત નગર પોલીસ સ્ટેશનની પોલીસે રેડ મારીને તેમને પકડવાની કોશિશ કરી તો આરોપીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. આ એન્કાઉન્ટરમાં બે આરોપીઓ ઈજાગ્રસ્ત થયા પછી પકડાયા, પણ એક આરોપી ફરાર થઇ ગયો. જેના માટે સર્ચ ઓપરેશન ચલાવાયું.

અધિકારીએ કહ્યું કે, પોલીસે અનીસ નામના આરોપીને સરેન્ડર કરવા કહ્યું તો તેણે ગોળી ચલાવી દીધી. પોલીસની ટીમે આત્મરક્ષામાં ગોળી ચલાવી જે અનીસને લાગી. ત્યાર પછી તેને જિલ્લા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. જ્યાં તેનું મોત થયું.

સ્પેશ્યિલ ડીજી લૉ એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે કહ્યું કે, સરયૂ એક્સપ્રેસમાં મહિલા કોન્સ્ટેબલ પર હુમલો કરનારા મુખ્ય આરોપી અનીસ અયોધ્યાના પૂરા કલંદરમાં પોલીસ સાથેના ટકરાવમાં ઠાર મરાયો છે. તેના બે સાથીઓને એન્કાઉન્ટર પછી ઈનાયત નગરથી પકડી લેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp