અનિલ અંબાણીના બંને દીકરા વૈભવી જીવન જીવે છે, એકની પાસે તો પ્રાઇવેટ વિમાન છે

PC: twitter.com

મુકેશ અંબાણીના સંતાનો ઇશા, આકાશ અને અનંતની અનેક વખત ચર્ચાઓ થતી રહી છે, પરંતુ મુકેશના નાના ભાઇ અનિલ અંબાણીના સંતાનો કોણ છે? એ વિશેની જાણકારી જલ્દી સામે આવતી નથી. અનિલ અંબાણીના સંતાનોને મીડિયાથી દુર રાખવામાં આવ્યા છે.

અનિલ અને ટીના અંબાણીના 2 સંતાનો છે એક જય અનમોલ અંબાણી અને બીજો જય અંશુલ અંબાણી છે.

અનિલ અંબાણીનો સૌથી મોટો પુત્ર જય અનમોલ અંબાણી છે, અનમોલનો જન્મ 12 ડિસેમ્બર 1991માં થયો હતો. મુંબઇ અને અમેરિકામાં અભ્યાસ કર્યા પછી વર્ષ 2017માં રિલાયન્સ કેપિટલમાં ઇન્ટરશીપ કરી હતી અને થોડા સમય પછી એક્ઝિક્યુટીવ ડિરેક્ટર બની ગયો હતો. તેની પાસે લેમ્બર્ગીની સહિત અનેક લકઝરી કાર છે. અનમોલ વૈભવી જીવન જીવે છે.

બીજા પુત્ર અસુંલ અંબાણી પણ મુંબઇ અને અમેરિકામાં ભણ્યા પછી રિલાયન્સ ઇન્ફ્રામાં જોડાયો હતો અને તે પણ લકઝરી લાઇફ જીવે છે. તેની પાસે મર્સિડીઝ, લેમ્બર્ગીની, રેન્જ રોવર જેવી કાર છે અને પ્રાઇવેટ વિમાનોનો કાફલો પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp