પાકિસ્તાનમાં અંજૂ પર હતું પ્રેશર? 15 દિવસમાં આવવા માગતી હતી પણ...
પાકિસ્તાનમાં લગભગ 5 મહિના રહીને આવેલી અંજૂએ પાડોશી દેશ બાબતે ઘણી નવી વાતો કહી છે. અંજૂનું કહેવું છે કે તે પાકિસ્તાનમાં લગભગ 5 મહિના રોકાઈ જરૂર, પરંતુ આ તેની પ્લાનિંગનો હિસ્સો નહોતો. અંજૂ એક મહિનાના વિઝા લઈને પાકિસ્તાન નસરૂલ્લાને મળવા ગઈ હતી એન તે એક અઠવાડિયામાં પાછી આવવા માગતી હતી. ત્યાં જઈને નસરૂલ્લા સાથે લગ્ન કરવાનો પણ તેનો ઇરાદો નહોતો. અંજૂનું કહેવું છે કે પાકિસ્તાન ગયા બાદ સ્થિતિ કંઈક એ પ્રકારની બની કે સાઢા ચાર મહિના રોકાવું પડ્યું.
અંજૂએ એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, હું નસરૂલ્લા સાથે મિત્રતા થયા બાદ પાકિસ્તાન ગઈ હતી. હું પૂરી રીતે કાયદાકીય વીઝા લઈને ગઈ હતી. હું પોતાના બાળકોને છોડીને ગઈ હતી અને વધારે રોકાવા માગતી નહોતી. હું વિચારી રહી હતી કે 15 દિવસની અંદર આવતી રહીશ. મારા ગયા બાદ મીડિયામાં એટલો હોબાળો મચી ગયો કે એક અજીબ માહોલ ઊભો થઈ ગયો. તેનાથી હું ક્યાંક ને ક્યાંક પ્રેશરમાં આવી ગઈ અને પછી વસ્તુને જોતા થોડા દિવસ પાકિસ્તાનમાં જ રોકાઈ જવાનું યોગ્ય સમજ્યું. ત્યારબાદ મેં લગ્ન કરી લીધા.
અંજૂએ કહ્યું કે, જો તેની વાત મીડિયામાં ન આવતી અને એ પ્રકારનો હોબાળો ન મચતો તો કદાચ તે નસરૂલ્લાને મળીને આવતી રહેતી. મારા પોતાના પરિવારથી જે નિવેદન આવ્યા અને મીડિયામાં જે વસ્તુ થઈ રહી હતી. હું પાછી આવવામાં ક્યાંક ને ક્યાંક એક ડર અનુભવી રહી હતી. અને સીમા હૈદરના ભારત આવવાનું પણ એ દરમિયાન જ થયું. સીમાના કારણે મારો મામલો મુશ્કેલ થતો ગયો. બંને દેશોની મીડિયામાં મને અને સીમાને મુકાબલાની જેમ દેખાડવા લાગ્યા. એવામાં હું ત્યાં જ રોકાઈ અને નસરૂલ્લા સાથે લગ્ન કરી લીધા. ત્યારબાદ જ્યારે મને લાગ્યું કે હવે જવું જોઈએ તો નવેમ્બરમાં આવતી રહી.
અંજૂએ પાકિસ્તાનના પોતાના અનુભવ પર કહ્યું કે, ત્યાં તેના પર કોઈ પ્રતિબંધ કે દબાવ નહોતો. તમે જે દેશમાં રહો છો, ત્યાંના કલ્ચરનું ધ્યાન રાખવું પડે છે, પરંતુ એવું નહોતું કે કોઈ મારા પર દબાવ નાખી રહ્યું હતું. મારા ઉપર કપડાંને લઈને કોઈ પ્રતિબંધ નહોતો. મેં ત્યાં ક્યારેય બુરખો પહેર્યો નથી. માત્ર સૂટ પહેર્યા જે અહી પણ પહેરે છે. તેની પાસે ઓછામાં ઓછી 4-5 એવી છોકરીઓના કોલ આવ્યા જે પાકિસ્તાનમાં છોકરોના સંપર્કમાં છે અને ત્યાં જવા માગે છે.
જો કે, તેણે બધાને સલાહ આપી કે પરિવારને ભરોસામાં લઈને જ કોઈ પગલું ઉઠાવજો. ઉલ્લેખનીય છે કે અંજૂ પરિણીત છે અને બે બાળકોની માતા છે. અંજૂ આ વર્ષે જુલાઈમાં કોઈને કયા વિના પાકિસ્તાન જતી રહી હતી. અંજૂએ પાકિસ્તાન જઈને ત્યાંના નસરુલ્લાહ સાથે લગ્ન કરી લીધા હતા. 4 મહિના કરતા વધુ સમય સુધી પાકિસ્તાનમાં રહ્યા બાદ અંજૂ નવેમ્બરમાં ભારત પાછી આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp