અંજુએ છુટાછેડા માગ્યા, ભારતના પતિનો ઇન્કાર, સુડી વચ્ચે સોપારી જેવો ઘાટ થયો

PC: etvbharat.com

અંજુ ઉર્ફે ફાતિમા પાકિસ્તાનથી ભારત આવ્યા બાદ પોતાના બાળકો સાથે રજાઓ ગાળી રહી છે. આ સાથે તેણે પતિ અરવિંદ પાસેથી છૂટાછેડાની માંગ કરી છે. પરંતુ, અરવિંદે છૂટાછેડાના દસ્તાવેજો પર સહી કરવાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાનમાં બેઠેલા અંજુના પતિ નસરુલ્લા પણ આ બાબતથી ચિંતિત છે. તે ભારત આવવાની તૈયારી કરી રહ્યો છે.

રાજસ્થાનના ભિવડીમાં રહેતી અંજુ તેના બે બાળકો અને પતિને છોડીને તેના પ્રેમી નસરુલ્લા પાસે પાકિસ્તાન ગઈ હતી ત્યારથી અંજુ ભારત અને પાકિસ્તાનમાં ચર્ચામાં રહી છે.પાકિસ્તાનમાં નસરુલ્લા સાથે લગ્ન કર્યા અને ધર્મ પરિવર્તન કર્યું. તે લગભગ 5 મહિના પાકિસ્તાનમાં રહી.

એ પછી અંજૂ ભારત આવી છે અને તેના બંને બાળકો સાથે દિલ્હીમાં ભાડાના મકાનમાં રહે છે. અંજુ ભારતમાં મીડિયાને મળવાનું ટાળી રહી છે.

હવે એ વાત સામે આવી છે કે અંજુએ અરવિંદ પાસેથી છૂટાછેડા માંગ્યા છે. આ માટે કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરવામાં આવી છે. અરવિંદે હજુ પણ દસ્તાવેજો પર સહી કરવાનો ઇનકાર કર્યો છે. અંજુએ તેના ભારતીય પતિ અરવિંદ સાથે રહેવાની ના પાડી દીધી છે. તે કહે છે કે તે પોતાનો પક્ષ મજબુત રીતે રજૂ કરશે. બાળકો સાથે રહેશે. તેમની ખુશી માટે બધું કરી રહી છે.

બીજી તરફ અંજુનો પાકિસ્તાની પતિ નસરુલ્લાહ પરેશાન છે. મીડિયા સાથેની વાતચીતમાં તેણે કહ્યુ કે, જ્યારે અંજુ અરવિંદ સાથે રહેવા માંગતી નથી તો પછી તેનો પતિ છુટાછેડા શું કામ નથી આપતો? તે ભારત આવવાની તૈયારી કરી રહ્યો છે. 2 મહિનામાં ભારત આવશે.

નસરુલ્લાએ કહ્યું કે,આ માટે તે એક-બે દિવસમાં એમ્બેસીમાં અરજી કરશે. સોશિયલ મીડિયા પર ફરતા જૂઠાણાનો ખુલાસો કરતા નસરુલ્લાએ કહ્યું કે અંજુ ગર્ભવતી નથી. જો તે ગર્ભવતી હોત તો તેણે તેને પાકિસ્તાનથી ભારત તેણીને ન મોકલતે. નસરુલ્લાએ કહ્યું કે, મને હંમેશા અંજુની ચિંતા રહે છે કારણકે તે ભારતમાં એકલી પડી ગઇ છે.

અંજુ અને અરવિંદને બે બાળકો છે. તેમને 15 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર છે. જ્યારે અંજુએ નસરુલ્લા સાથે લગ્ન કર્યા ત્યારે અરવિંદે બંને વિરુદ્ધ અલવર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. તેણે કહ્યું કે અંજુએ છૂટાછેડા લીધા વિના જ ફરીથી લગ્ન કરી લીધા હતા.

પાકિસ્તાનથી ભારત આવ્યા બાદ અંજુ સતત એવું કહી રહી છે કે તેણે માત્ર બાળકો માટે અરવિંદ સાથે મુલાકાત કરી છે. બંને વચ્ચે જે પણ કઇં વાત થઇ એ માત્ર બાળકો પુરતી સીમિત હતી. અરવિંદે પણ મીડિયાને આવું જ કહ્યુ હતું કે, મારી અને અંજુ વચ્ચે માત્ર બાળકો વિશે જ વાત થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp