પાકિસ્તાન જઈ બીજા લગ્ન કરી આવેલી અંજૂએ નસરુલ્લાને આપેલી બીજી સાથે લગ્ન કરવા સલાહ

PC: twitter.com

પાકિસ્તાન જઈને પાકિસ્તાની સાથે જ બીજા લગ્ન કરી આવેલી અંજૂ હવે હાલમાં ભારત આવી છે. ફેસબૂકથી મિત્રતા થઈ અને પછી એની પાછળ પાકિસ્તાન સુધી પહોંચી ગયેલી અંજૂ હાલમાં ભારત આવેલી છે અને તે પોતાના બાળકોની કસ્ટડી માટે પ્રયત્નો કરી રહી છે. આ દરમિયાન તે તેના પતિને પણ ડિવોર્સ આપ્યા વગર જ સલાહો આપી રહી છે. અંજૂએ મીડિયાને તમામ સવાલોના જવાબ આપ્યા હતા. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે અરવિંદ અને નસરુલ્લા બંનેની પત્ની છે, પણ રહીશ એની સાથે જ જેની સાથે મેં દિલથી લગ્ન કર્યા છે.

મીડિયાએ અંજૂને સવાલ કર્યો હતો કે શું નસરુલ્લા(પાકિસ્તાની) પહેલેથી પરણિત હતો? તેના પર અંજૂએ કહ્યું હતું કે, ના તે કુંવારો હતો. અંજૂએ કહ્યું પાકિસ્તાન જતા પહેલા જ મેં તેને બધુ જણાવી દીધું હતું અને જ્યારે જતી હતી, ત્યારે પણ મેં એને કહ્યું હતું કે, તને કોઈ છોકરી પસંદ હોય તો તેની સાથે તું લગ્ન કરી શકે છે, કારણ કે પછી તું એમ ના કહેતો કે તને તક નહોતી આપી. અંજૂને પૂછવામાં આવ્યું કે, તેને દુશ્મન દેશમાં જવામાં ડર ન લાગ્યો, ત્યારે તેણે કહ્યું હતું કે, તે ઘણા વર્ષોથી નસુરુલ્લા સાથે વાત કરી રહી હતી. આ કારણે તેને ભરોસો હતો અને તે તેના પરિવાર સાથે પણ વાત કરતી હતી.

અંજૂને પૂછાયું કે તે ભારત પાછી કેમ આવી ત્યારે તેણે કહ્યું હતું કે, હું મારા બાળકો માટે પાછી આવી છું. મારા બાળકોના ભવિષ્યને જોઈને આગળનો નિર્ણય લઈશ. જો મારા બાળકો ભારતમાં રહેવા માગશે તો તે સાથે રહેશે. સાથે જ તેણે કહ્યું કે, જો તે પાકિસ્તાન નહીં જાય તો નસરુલ્લા ભારત આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp