ચૂંટણી પહેલા CAA લાગુ કરવાની જાહેરાત, ભાજપશાસિત આ રાજ્યમાં ભારે વિરોધ
ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (AASU) સહિત 30થી વધુ જૂથોએ આસામમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA)નો વિરોધ કરવાની જાહેરાત કરી છે. AASU પ્રમુખ ઉત્પલ શર્માએ કહ્યું કે PM નરેન્દ્ર મોદીની આસામ મુલાકાત દરમિયાન 9 માર્ચે તમામ જિલ્લાઓમાં 12 કલાકની ભૂખ હડતાળ સહિત આંદોલન કરવામાં આવશે. ઉત્પલ શર્માએ કહ્યું કે, CAA વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ઘણા કેસ ચાલી રહ્યા છે.
30 સ્વદેશી સંગઠનોના પ્રતિનિધિઓ સાથેની બેઠક પછી મીડિયા સાથે વાત કરતા AASU પ્રમુખ ઉત્પલ શર્માએ કહ્યું કે, CAA વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ઘણા કેસ ચાલી રહ્યા છે અને આવી સ્થિતિમાં તેનો અમલ કરવાની જાહેરાત કરવી એ લોકો સાથે ઘોર અન્યાય છે. તેમણે કહ્યું, 'આસામના લોકોએ ક્યારેય CAAને સ્વીકાર્યું નથી અને જો તે લાગુ કરવામાં આવશે, તો તેઓ આ દિશામાં ઉઠાવવામાં આવેલા દરેક પગલાનો વિરોધ કરશે.' તેમણે કહ્યું કે, 'કાયદાકીય લડતની સાથે અમે કેન્દ્રના નિર્ણયને સમર્થન આપીશું. અમે લોકશાહી ઢબે તેની સામે શાંતિપૂર્ણ આંદોલન ચાલુ રાખીશું.'
ઉત્પલ શર્માએ કહ્યું કે, CAA વિરોધી ચળવળ 4 માર્ચે દરેક જિલ્લા મુખ્યાલયમાં મોટરસાઇકલ રેલી સાથે શરૂ થશે અને મશાલ સરઘસ પણ કાઢવામાં આવશે. તેમણે કહ્યું, અમે દરેક જિલ્લા મુખ્યાલયોમાં મશાલ સરઘસ કાઢીશું અને રાજ્યભરમાં આનો વિરોધ પણ કરીશું. શર્માએ કહ્યું કે, જ્યારે PM નરેન્દ્ર મોદી 8 માર્ચે આસામ આવશે, ત્યારે AASU અને અન્ય 30 જૂથો 2019માં CAA વિરોધી વિરોધ દરમિયાન પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા પાંચ યુવાનોના ફોટાની સામે દીવા પ્રગટાવશે.
PM નરેન્દ્ર મોદી 8 માર્ચથી આસામની બે દિવસીય મુલાકાતે જશે, જે દરમિયાન તેઓ કાઝીરંગા નેશનલ પાર્કમાં જંગલ સફારી કરશે, 17મી સદીના અહોમ આર્મી કમાન્ડર લચિત બોરફૂકનની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે અને શિલાન્યાસ કરશે. શિવસાગર મેડિકલ કોલેજ અને 5.5 લાખ પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ બાંધવામાં આવેલા મકાનોનું ઉદ્ઘાટન કરશે.
અહીં તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલા જ પોતાના ભાષણમાં CAAની જાહેરાત વિશે વાત કરી ચૂક્યા છે. તેમણે નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) પર કહ્યું કે, કાયદો 2019માં પસાર થયો હતો. આ અંગેના નિયમો બહાર પાડ્યા પછી તેને લોકસભાની ચૂંટણી પહેલા લાગુ કરવામાં આવશે. શાહે કહ્યું, 'CAA દેશનો કાયદો છે, તેનું નોટિફિકેશન ચોક્કસપણે થશે. CAAને ચૂંટણી પહેલા લાગૂ કરવાની છે, જેથી કોઈએ પણ આમાં કોઈપણ પ્રકારની મૂંઝવણ રાખવી જોઈએ નહીં.'
અમિત શાહની આ જાહેરાત પછી ઘણા રાજ્યોમાં અશાંતિ છે અને આસામે ફરીથી CAAનો વિરોધ કરવાની જાહેરાત કરી છે. અહીં તમને જણાવી દઈએ કે, વર્ષ 2019માં જ્યારે CAA વિરોધી દેખાવો થયા હતા, ત્યારે દેશભરમાં અરાજકતાની સ્થિતિ સર્જાઈ હતી અને જાન-માલનું નુકસાન થયું હતું. જ્યારે, આસામમાં ખૂબ જ હિંસક પ્રદર્શનો થયા હતા. આ પ્રદર્શન દરમિયાન પાંચ યુવકોના મોત થયા હતા. હવે ફરી એકવાર આસામના સંગઠનોએ CAA સામે વિરોધની જાહેરાત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp