ડિવોર્સના નિર્ણય બાદ પત્નીએ સિંઘાનિયા પાસે 11000 કરોડમાંથી આટલી સંપત્તિ માગી

PC: twitter.com

રેમન્ડના ચેરમેન અને MD ગૌતમ સિંઘાનિયાએ લગ્નના 32 વર્ષ પછી પોતાની પત્ની નવાઝ મોદી સિંઘાનિયાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. હવે સમાચાર આવી રહ્યા છે કે, નવાઝ મોદી સિંઘાનિયાએ તેમની બે દીકરીઓ નિહારિકા અને નિશાની સાથે સાથે પોતાના માટે પણ ગૌતમ સિંઘાનિયાની નેટવર્થના 75 ટકા હિસ્સાની માંગણી કરી છે. ગૌતમની કુલ સંપત્તિ 1.1 અબજ ડોલર (લગભગ 11 હજાર કરોડ રૂપિયા) છે. મીડિયા સૂત્રો પાસેથી મળતા એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. અહીં તમને જણાવી દઈએ કે, ગૌતમ સિંઘાનિયાએ પોતાની પત્નીથી અલગ થવાની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

આ સમગ્ર મામલાની જાણકારી ધરાવતા એક વ્યક્તિના કહેવા પ્રમાણે, ગૌતમ સિંઘાનિયા માંગ સ્વીકારવા લગભગ તૈયાર છે. જો કે, તેણે ફેમિલી ટ્રસ્ટ બનાવવાની સલાહ આપી. પરિવારની સમગ્ર મિલકત અને નાણાં આ ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે, તેઓ આ ટ્રસ્ટના એકમાત્ર ટ્રસ્ટી હશે. તેમના મૃત્યુ પછી તેમના પરિવારના સભ્યોને વિલ તરીકે આ મિલકત પ્રાપ્ત થશે. કહેવામાં આવી રહ્યું છે કે નવાઝ મોદી સિંઘાનિયાને આ પ્રસ્તાવ પસંદ નથી.

ખેતાન એન્ડ કંપનીના વરિષ્ઠ ભાગીદાર હરગ્રેવ ખેતાનને ગૌતમ સિંઘાનિયા દ્વારા તેમના કાનૂની સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને મુંબઈ સ્થિત લૉ ફર્મના રશ્મી કાંતને નવાઝે તેમના કાનૂની સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. અમરચંદ મંગળદાસ એન્ડ કંપનીના મેનેજિંગ પાર્ટનર અક્ષય ચુડાસમા બંને પક્ષોની ખૂબ નજીક છે. આ સમગ્ર મુદ્દે બંને વચ્ચે સમાધાન કરાવવાના સતત પ્રયાસો કરી રહ્યા છે.

નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'પ્રારંભિક તબક્કે એવું જોવા મળે છે કે તેમાં બહુ ફેરફાર થયો નથી. આ પ્રકારના કૌટુંબિક પ્રશ્નો ખૂબ જ જટિલ હોય છે. ખાસ કરીને જ્યારે બંને પક્ષો પોતાના બાળકો વિશે ખૂબ ચિંતિત હોય. અહીં તમને જણાવી દઈએ કે, બંને પક્ષો વચ્ચે સતત વાતચીત ચાલી રહી છે. જો કે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય પર પહોંચી શક્યા નથી.

ગૌતમ અને નવાઝ છેલ્લા 32 વર્ષથી સાથે રહેતા હતા. પરંતુ દિવાળી પર ગૌતમ સિંઘાનિયાએ પોતાની પત્નીથી અલગ થવાની માહિતી સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર બધા સાથે શેર કરી હતી. રેમન્ડના ચેરમેન અને MD ગૌતમ સિંઘાનિયાએ તે ટ્વીટમાં તેમના અલગ થવાના કારણોની ચર્ચા કરી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp