બિહારમાં એક દિવસમાં બીજા 5 પુલ તુટી ગયા,મામલો સુપ્રીમમાં પહોંચ્યો

PC: indiatoday.in

બિહારમાં રોજ પડેને એક પુલ તુટી પડવાના સમાચાર સામે આવે. હવે તો બિહારમાં પુલ પડી જાય તો લોકો એને સમાચાર પણ નથી ગણતા. બુધવારે સીવાન અને છાપરા વિસ્તારમાં એક જ દિવસમાં 5 પુલો ધરાશાયી થઇ ગયા. 15 દિવસમાં કુલ 8 પુલો તુટી પડવાની ઘટના બની છે.

હવે પુલ તુટી પડવાનો મામલો સુપ્રીમ કોર્ટે સુધી પહોંચ્યો છે. એડવોકેટ બ્રજેશ સિંહે સુપ્રીમ કોર્ટમાં PIL કરી છે. તેમણે માંગ કરી છે કે હાલના જે પુલો છે તે અને તાજેતરના વર્ષોમાં બનેલો પુલોનું સ્ટ્રકચરલ ઓડિટ કરવાનો આદેશ આપવામાં આવે. છેલ્લાં 2 વર્ષમાં 12 પુલો તુટવાનો તેમણે અરજીમાં ઉલ્લેખ કર્યો છે.

અરજીમાં તેમણે બિહાર સરકાર, કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય, હાઇવે ઓથોરીટીઓફ ઇન્ડિયા, રોડ કન્સ્ટ્ર્કશન અને ટ્રાન્સપોર્ટ મત્રાલય અને બ્રિજ કન્સ્ટ્રકશન કોર્પોરેશનને પક્ષકાર બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp