બિહારમાં વધુ એક બ્રિજ ધરાશાયી, 2 વર્ષ અગાઉ બન્યો હતો

PC: x.com/News18Bihar

બિહારમાં પુલો ધરાશાયી થવાનો સિલસિલો બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. બિહારમાં ફરી એક વખત પુલ તૂટીને પડી ગયો છે. મીડિયા રિપોર્ટ મુજબ બિહારના ભાગલપુર પીરપેન્તી બ્લોકના બાબૂપુર બાખરપુર પૂર્વી પંચાયતનો PWD દ્વારા નિર્મિત પુલ તૂટી ગયો છે, જેનાથી વાહનવ્યવહાર ખોરવાઇ ચૂક્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે 2 વર્ષ અગાઉ બનેલો આ પુલ મોડી રાત્રે ધરાશાયી થઈ ગયો છે, જેના કારણે મોટી વસ્તી પ્રભાવિત થઈ ગઈ છે.

મીડિયા રિપોર્ટ મુજબ, પાંચ પંચાયતનો વસ્તી પુલ તૂટી જવાના કારણે હવે બ્લોક મુખ્યાલય અને બજાર સાથે તેમનો સંપર્ક પૂરી રીતે તૂટી ગયો છે. ત્યારબાદ ગ્રામજનો ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા, પરંતુ જિલ્લા પ્રશાસનના અધિકારી અત્યાર સુધી તેને જોવા માટે પહોંચ્યા નથી. તો પુલ તૂટવાના કારણે લગભગ 1 લાખની વસ્તીનો બ્લોક મુખ્યાલય અને બજાર સાથે તેમનો સંપર્ક તૂટૂ ગયો છે.

તો પુલ તૂટવાના કારણે ગ્રામજનો ખૂબ પરેશાન છે. મજબૂતીમાં લોકો જીવ જોખમમાં નાખીને પુલ પાર કરી રહ્યા છે. ગ્રામજનોએ રાજ્ય સરકાર પાસે માગ કરી છે કે જલદી જ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ગંગા નદીના જળસ્તરમાં વૃદ્ધિના કારણે ભાગલપુર સહિત અન્ય 12 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે. ભાગલપુરના મોટા ભાગના વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે.

હાલમાં જ સમસ્તિપુરના બખ્તિયાર-તાજપુરનો નિર્માણાધીન પુલ ધરાશાયી થઈ ગયો હતો. મુખ્યમંત્રી નીતિશ કુમારે વર્ષ 2011માં પોતાના ડ્રીમ પ્રોજેક્ટના રૂપમાં બખ્તિયાર-તાજપુર ગંગા મહાસેતુની આધારશિલા રાખી હતી. થોડા દિવસ અગાઉ મુંગેર જિલ્લાના બરિયારપુર બ્લોકમાં આવેલ 2 પંચાયત હરિનમાર અને ઝોવાબહિયારને ગોગરી મુખ્ય માર્ગ સાથે જોડતો ગંડક નદી પર બનેલો પુલ પાણીના તેજ વહેણમાં વહી ગયો હતો. પુલનું નિર્માણ વર્ષ 2012માં થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp