કીર્તિ ચક્ર મેળવનાર શહીદ અશુંમાનની પત્નીનું બીજું રૂપ સામે આવ્યું
તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે કિર્તી ચક્રથી સન્માનિત શહીદ અશુંમાન સિંહના પત્ની સ્મૃતિ સિંહને વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે લોકો સ્મૃતિની સ્ટોરી સાંભળીને ભાવુક થયા હતા, પરંતુ હવે તેણીની બીજી સાઇડ પણ સામે આવી છે.
શહીદ અશુંમાન સિંહના માતા-પિતાએ એક વીડિયોમાં દાવો કર્યો છે કે, સ્મૃતિ સિંહ કિર્તી ચક્ર લઇને અમારુ ઘર છોડી ગઇ છે. અમારી પાસે દીકરાના યાદ કરવા માટે કશુ બચ્યું નથી. તેમણે કહ્યું કે, આ બાબતે અમે રાયબરેલી જઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રજૂઆત કરી છે અને રાજનાથ સિંહને પણ રજૂઆત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, સન્માનના નિયમો બદલાવવા જોઇએ.
તો સ્મૃતિ સિંહે કહ્યું છે કે, મને આ વાતની ખબર નથી, પરંતુ જેવી જેમની માનસિકતા હોય તેવું બોલ્યા હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp