શાળામાં બાળકોએ હિજાબ પહેરીને કર્યું પરફોર્મ તો ગુસ્સે થયા ABVPના કાર્યકર્તા

PC: ajtak.in

મધ્ય પ્રદેશના ગુનામાં એક ખાનગી શાળામાં છોકરીઓએ હિજાબ પહેરીને પરફોર્મ કર્યું તો વિદ્યાર્થી પરિષદે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું. શાળામાં કેટલાક બાળકોએ હિજાબ પહેરીને ડાન્સ કર્યો હતો. જ્યારે એ વાત ખબર પડી તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ શાળામાં ઘૂસીને ધરણાં પ્રદર્શન કર્યું. શાળા પરિસરમાં વંદે માતરમ્ અને જય શ્રીરામના નારા લગાવ્યા, શાળામાં હિન્દુ વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરીને ફિલ્મી ગીત પર ડાન્સ પ્રદર્શ કર્યું હતું.

તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વીડિયો સામે આવ્યા બાદ ABVPએ તેના પર નારાજગી વ્યક્ત કરી. ABVPના સંયોજક વિકાસ શિવહરેએ કહ્યું કે, શાળામાં શિક્ષણ સંસ્થા પર ધર્મ પરિવર્તનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રિન્સ ગ્લોબલ શાળામાં દોઢ કલાક સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ હોબાળો કર્યો. આ ઘટનામાં શાળાના આચાર્ય સહિત સ્ટાફને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. હોબાળાની જાણકારી મળતા પોલીસ અને પ્રશાસનિક અધિકારી ઘટનાસ્થળ પર પહોંચ્યા.

પોલીસે ABVP કાર્યકર્તાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યાં સુધી સસ્પેન્સનની કાર્યવાહી ન થઈ, ત્યાં સુધી હોબાળો થતો રહ્યો. આ દરમિયાન ABVP કાર્યકર્તાઓ અને મહિલા આચાર્ય વચ્ચે બોલાબોલી પણ થઈ. આ ઘટનામાં મામલતદાર ગૌરીશંકર બૈરવાએ જણાવ્યું કે શાળા પરિસરમાં ABVPના કાર્યકર્તાઓએ ધરણાં આંદોલન કર્યું હતું. શાળા મેનેજમેન્ટ વિરુદ્ધ નારાજગી હતી.

અગાઉ પણ ગુનાની મિશનરી શાળામાં ‘ભારત માતા કી જયના નારા લગાવવા પર વિદ્યાર્થી સાથે મારામારીની ઘટના સામે આવી હતી, ત્યારબાદ ખૂબ હોબાળો થયો હતો. આ અગાઉ દમોહમાં કથિત હિન્દુ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા પર મજબૂર કરવાની વાત સામે આવી હતી. આ ઘટના ચર્ચામાં આવ્યા બાદ ખાનગી શાળાની માન્યતા રદ્દ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્ય અને બે શિક્ષિકાઓના ધર્માંતરણની વાત પણ સામે આવી હતી.

આ ખુલાસો બાળ કલ્યાણ આયોગની ટીમે પોતાની તપાસમાં કર્યો હતો. બાળ કલ્યાણ સમિતિ દમોહના સભ્ય દીપક તિવારીએ જણાવ્યું હતું કે ટીમે તપાસમાં ગંગા જમુના શાળાની મહિલા આચાર્યા સાથે અન્ય બે શિક્ષિકાઓના નામમાં અંતર જોવા મળ્યું. તેમના જૂના નામ હિન્દુ હોવાનું સામે આવ્યું, જ્યારે હવે તેમના નામ મુસ્લિમ ધર્મ મુજબ છે. આયોગે આ વાતની પણ તપાસ કરી હતી કે શું નોકરી આપવા માટે ધર્મ પરિવર્તનનો દબાવ બનાવવામાં આવ્યો?  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp