iPhone 15ની ડિલીવરીમાં મોડું થયું. ગ્રાહકs શોરૂમ સ્ટાફના કપડા ફાડ્યા, જુઓ Video

PC: amarujala.com

Appleના iPhone 15 સીરિઝની જ્યારથી જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ભારતમાં આ ફોન ખરીદવા માટે લોકોનો જબરદસ્ત ક્રેઝ શરૂ થયો છે. 22 તારીખથી iPhone 15ના વેચાણની શરૂઆત થઇ તો મુંબઇમાં Appleના સ્ટોર પર લોકોએ લાંબી લાંબી લાઇનો લગાવી દીધી હતી, પરંતુ દિલ્હીથી એક ગ્રાહકોનો ચોંકાવનારો ક્રેઝ સામે આવ્યો છે. દિલ્હીની એક દુકાનમાંથી ગ્રાહકોએ iPhone ખરીદ્યો હતો, પરંતુ ડિલીવર મળવામાં મોડું થયું તો ગ્રાહકોએ શો રૂમ પર જઇને એટલી મોટી બબાલ કરી હતી કે મારામારી શરૂ થઇ ગઇ હતી. ગ્રાહકોએ સ્ટાફના કપડાં પણ ફાડી નાંખ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો જબદરસ્ત વાયરલ થઇ રહ્યો છે. પોલીસે આ કેસમાં કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.

દિલ્હીના કમલા નગર વિસ્તારમાં એક ઇલેકટ્રોનિક્સનો શો-રૂમ આવેલો છે. કેટલાંક ગ્રાહકો આ શો-રૂમમાંથી i-Phoneની ખરીદી કરી હતી, પંરતુ ડિલીવરી મળવામાં વિલંબ થયો તો ગ્રાહકોનો ગુસ્સો ફાટી નિકળ્યો અને તેમણે શો-રૂમના માલિક અને સ્ટાફ સાથે બબાલ કરી હતી. વાત એટલી વણસી ગઇ કે શો-રૂમની અંદર જ ઘુસાબાજી ચાલુ થઇ ગઇ. એકબીજાની ફેંટ પકડીને મારામારી ચાલતી હતી. કોણ કોને મારી રહ્યું છે એ ખબર જ નહોતી પડતી.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે iPhone 15ની સપ્લાયમાં વિલંબને કારણે ગ્રાહકો કેટલા ગુસ્સામાં છે. ગ્રાહકોએ સ્ટોરમાં જ સ્ટાફને ખરાબ રીતે મારવાનું શરૂ કર્યું. સ્થિતિ એવી હતી કે, ખેંચતાણમાં સ્ટાફના કપડાં પણ ફાડી નાંખવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્ટોરની કેટલીક મહિલા સ્ટાફ ગ્રાહકોને રોકતી જોવા મળી હતી, પરંતુ તેઓ એટલા ગુસ્સામાં હતા કે તેમને નિયંત્રિત કરવું મુશ્કેલ હતું.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો દિલ્હી પોલીસ સુધી પહોંચ્યો હતો અને પોલીસે કાર્યવાહી કરી છે.

Apple iPhone 15 સિરીઝના ફોન હાલમાં જ લૉન્ચ કરવામાં આવ્યા છે, જેને લઈને લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. મુંબઈ અને દિલ્હીમાં આવેલા iPhone સ્ટોર્સ પર ફોન ખરીદવા લોકોની લાંબી કતારો છે. લોકો સ્ટોરની બહાર લાંબી કતારોમાં ઉભા રહેતા અને iPhone 15 ખરીદવા માટે સંઘર્ષ કરતા જોવા મળે છે.

લોકોમાં Apple iPhone 15નો એવો ક્રેઝ છે કે કેટલાંક લોકો ફોનનની ખરીદી કરવા માટે દુબઇ પણ જઇ રહ્યા છે. ભારતમાં આ ફોન ખરીદવા માટે લોકોનું આટલું બધું ગાંડપણ નિકળશે એવી કદાચ કંપનીને પણ ધારણાં નહીં હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp