એપલનો આઇફોન હેક થાય ખરો, વિપક્ષી નેતાઓએ હોબાળો મચાવતા કંપનીએ હાથ ખંખેર્યા

એપલ કંપનીએ ભારતના વિપક્ષ નેતાઓને એલર્ટ મેસેજ મોકલ્યો છે.

એ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે ‘સ્ટેટ સ્પોન્સર્ડ એટેકર્સ’ તમારા આઇફોનને ટાર્ગેટ કરી રહ્યા છે.

એટેકર્સ એપલ ID દ્વારા રિમોટલી આઇફોનનો એક્સેસ મેળવવાની કોશિશ કરી રહ્યા છે.

જો તમારા ડિવાઇસ સાથે છેડછાડ થઇ હોય તો સંવેદનશીલ ડેટા, માઇક્રોન કેમેરાની રિમોટલી પહોંચાડશે.

એપલે કહ્યું છે કે આ ચેતવણીને ગંભીરતાથી લેજો.

એપલે જે વિપક્ષી નેતાઓને એલર્ટ મેસેજ મોકલ્યા છે તેમાં

TMC સાંસદ મહુઆ મોઇત્રા, કોંગ્રેસના પવન ખેડા, શશી થરૂર, શિવસેના (UBT)ના પ્રવક્તા પ્રિયંકા ચર્તુવેદી,

સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, AIMIMના અસદુદ્દીન ઔવેસીનો સમાવેશ થાય છે.

એપલે એક નિવેદનમાં કહ્યું છે કે આના માટે અમે સરકારને જવાબદાર ગણતા નથી. આ ખોટા અલ્ગોરિધમને કારણે થઇ શકે છે. 

બીજી બાજુ સરકારે આને ગંભીરતાથી લઇને તપાસ મૂકી દીધી છે. મંત્રી અશ્વિની વૈશ્ણવે આની જાહેરાત કરી છે. 

તો રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ મુદ્દો જોરશોરથી ઉપાડ્યો છે. 

ઉલ્લેખનીય છે કે એપલ કંપની કહે છે કે તેમનો ફોન કોઇ હેક કરી શકે નહીં. 

એટલે જ તે એટલા મોંઘા આવતા હોય છે. પરંતુ હવે નવો રસ્તો કાઢ્યો છે. 

હેક થવા લાગ્યા એટલે લોકોને મેસેજ મોકલીને હાથ અધ્ધર કરી લીધા હોવાનું જણાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp