શું તમારો પણ એપલ ફોન હેક થઇ શકે, જાણો વિવાદ પછી એપલનો જવાબ

PC: apple.com

કોંગ્રેસ પાર્ટીના નેતા શશિ થરૂર, શિવસેના (ઉદ્ધવ ગ્રુપ)ના રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ મહુઆ મોઇત્રા સહિત ઘણા વિપક્ષી સાંસદોએ દાવો કર્યો કે, તેમના ફોન હેક કરવામાં આવી રહ્યા છે. આ નેતાઓએ દાવો કર્યો કે, પોતે એપલ કંપનીએ મેસેજ મોકલીને હેકિંગની જાણકારી શેર કરી છે. CPMના મહાસચિવ સીતારામ યેચુરીએ પણ ફોન હેકિંગને લઈને દાવો કર્યો. સરકાર દ્વારા ‘જાસૂસી હુમલા’ના વિપક્ષના દાવા વચ્ચે એપલે મંગળવારે એક નિવેદન જાહેર કર્યું.

એપલે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તે જોખમની સૂચનાઓના કારણે કોઈ દેશની સરકારને જવાબદાર ઠેરવતી નથી. આ સિક્યોરિટી થ્રેટ એલર્ટ ત્યારે આવવાના ચાલુ થઈ જાય છે, જ્યારે તેમની સિસ્ટમને ‘રાજ્ય પ્રયોજિત હુમલાના અનુરૂપ ગતિવિધિ’ની જાણકારી મળે છે. કંપનીએ જણાવ્યું કે, સૂચનાઓ સંભવતઃ એલ્ગોરિધમની ખરાબીના કારણે શરૂ થઈ. કોંગ્રેસના નેતા શશિ થરૂર, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા અને આમ આદમીના સાંસદ રાઘવ ચડ્ઢા સહિત ઘણા સાંસદોએ પોતાના ફોનમાં મળેલા મેસેજનો સ્ક્રીનશોટ શેર કર્યો.

તેમાં લખ્યું હતું કે, ‘એપલનું માનવું છે કે તમને રાજ્ય પ્રયોજિત હુમલાવરો દ્વારા નિશાનો બનાવવામાં આવી રહ્યા છે.’ એપલ કંપનીએ કહ્યું કે, ‘તમે કોણ છો કે તમે શું કરો છો. એ હુમલાવાર સંભવતઃ તમને વ્યક્તિગત રૂપે નિશાનો બનાવી રહ્યા છે. જો તમારી ડિવાઇસ સાથે કોઈ સરકાર-પ્રયોજિત હુમલાવરે છેડછાડ કરી છે, તો તેઓ તમારા સંવેદનશીલ ડેટા, ચેટ કે અહી સુધી કે કેમેરા અને માઇક્રોફોન સુધી પહોંચવામાં સક્ષમ હોય શકે છે. જો કે, એ સંભવ છે કે આ એક ખોટું એલાર્મ છે. કૃપયા આ ચેતવણીને ગંભીરતાથી લો. એ સિવાય કંપનીએ કહ્યું કે, એપલ જોખમની સૂચનાનું શ્રેય કોઈ પણ દેશ દ્વારા પ્રાયોજિત હુમલાવરને આપતી નથી.

સરકાર-પ્રયોજિત હુમલાવર ખૂબ સારી રીતે નાણાકીય પોષિત અને પરિસ્કૃત છે અને તેમના હુમલા સમય સાથે વિકસિત થાય છે. એવા હુમલાની જાણકારી મેળવવી, જોખમના ઇન્ટેલિજેન્સ સંકેતો પર નિર્ભર કરે છે, જે મોટા ભાગે અપૂર્ણ હોય છે. ઘણા વિપક્ષી નેતાઓ દ્વારા પોતાના એપલ ઉપકરણોની ‘હેકિંગ’ના આરોપો પર, ભાજપના IT સેલના પ્રમુખ અમિત માલવીય કહે છે કે, ‘એપલે સ્પષ્ટ કર્યું છે કે તેમણે દુનિયાભરમાં એવી ઘણી અધિસૂચનાઓ મોકલી છે. લગભગ 150 દેશોમાં ઉપયોગકર્તાઓને એવી સૂચનાઓ પ્રાપ્ત થઈ છે અને તેઓ પણ સક્ષમ નથી એ બતાવવા માટે એવી અધિસૂચનાઓ કેમ શરૂ કરવામાં આવી.

તેમણે આગળ કહ્યું કે, એટલે વિપક્ષનો આરોપ લગાવવો કે સરકારના ઇશારા પર કરવામાં આવી રહ્યું છે, બિલકુલ નિરાધાર છે. રાહુલ ગાંધી સ્પષ્ટ રૂપે વિદેશી નાણાકીય પોષિત એજન્સીઓના પ્રભાવમાં આ મુદ્દાને ઉઠાવતા રહે છે, પરંતુ તેમણે ક્યારેય તપાસમાં સહયોગ કર્યો નથી. વિપક્ષ પાસે સરકાર પર હુમલો કરવા માટે કોઈ મુદ્દો નથી અને એટલે તેઓ આ પ્રકારના ખોટા આરોપ લગાવી રહ્યા છે. તો સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત ઘણા વિપક્ષી નેતાઓએ આ મામલાને ખોટો ઠેરવ્યો અને કેન્દ્ર સરકાર પાસે તપાસ કરાવવાની માગ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp