ભારતના રસ્તાઓ પર દોડી રહેલી કારોની સંખ્યા જાણીને ઊડી જશે તમારા હોશ

PC: indiatvnews.com

યુઝ્ડ કારોનું વેચાણ કરનારી ઓનલાઇન વેબસાઇટ કાર્સ24 મુજબ, ભારતના રસ્તાઓ પર લગભગ 30 મિલિયન પેસેન્જર ગાડીઓ દોડી રહી છે, જ્યારે તેમાં ઉબર, ઓલા કે ટેક્સીઓ સામેલ નથી. એ માત્ર સફેદ નંબરવાળી ગાડીઓ છે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ, કાર્સ24એ આ ડેટા સોસાયટી ઓફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મેન્યૂફેક્ચરર્સ (SIAM) પાસેથી એકત્ર કર્યો છે. જે દર મહિને વેચાતી નવી ગાડીઓના ડેટા શેર કરે છે.

કાર્સ24ના કો-ફાઉન્ડર અને CFO રુચિત અગ્રવાલના જણાવ્યા મુજબ, આ ડેટાને એકત્ર કરવા માટે 15 વર્ષ પાછળ જતા રહ્યા (ભારતમાં ગાડીઓના રજીસ્ટ્રેશનની એવરેજ લાઇફ) અને આંકડાઓને એક સાથે જોડ્યા. ત્યારે અમે આ સંખ્યા પર પહોંચ્યા, જે 30 મિલિયન યુનિટથી થોડી વધારે છે. જો કે, આ આંકડામાં 1-2 મિલિયનનો હેર-ફેર જોવા મળી શકે છે. તો ઇન્ડિયન બ્લૂ બુક વેબસાઈટના આંકડાઓ મુજબ, આ 20 મિલિયનથી લગભગ 4.5 મિલિયન યુઝ્ડ કાર્સ નાણાકીય વર્ષ 2023માં કાર બજારમાં વેચવામાં આવી.

જ્યારે ઓર્ગેનાઇઝ્ડ માર્કેટમાં એક મિલિયન કરતા પણ વધારે કારોનું વેચાણ થયું. રુચિત અગ્રવાલે કહ્યું કે, તેનાથી બે વાતોની ખબર પડે છે. એક ભારતમાં એક કાર યુઝ કરવાનો એવરેજ સમય 6-7 વર્ષ છે. બીજો અમારા જાવા ઓર્ગેનાઇઝ ખેલાડીઓ પાસે આ સેક્ટરમાં ખૂબ સારી સંભાવનાઓ છે. ભારતમાં યુઝ્ડ કારો માટે મારુતિ સુઝુકી ટ્રૂ વેલ્યૂ, મહિન્દ્રા ફર્સ્ટ ચોઈસ, હ્યુન્ડાઇ પ્રોમિસ અને હોન્ડા ઓટો ટેરેસ જેવા OEM સાથે સાથે કાર્સ24, OLX ઈન્ડિયા અને સ્પિની જેવા ઓટો ટેક ખેલાડી પણ ઉપસ્થિત છે.

અગ્રવાલના જણાવ્યા મુજબ, યુઝડ કાર માર્કેટ રસપ્રદ ડેટા પોઈન્ટ રજૂ કરી રહ્યું છે. એ મુજબ 6-7 વર્ષ અગાઉ નવી કારોના વેચાણ મામલે કાર મેન્યૂફેક્ચરર પાસે બજારની જે હિસ્સેદારી હતી, તે આજે જૂની કારોમાં તેની વર્તમાન હિસ્સેદારી છે અને જે કાર બોડી સાઇઝ 6-7 વર્ષ અગાઉ નવી કારોમાં પોપ્યુલર હતી. હાલના સમયમાં યુઝ્ડ કારોમાં પોપ્યુલર છે. ડિસેમ્બર 2022માં આવેલા એક રિપોર્ટ મુજબ ભારતમાં 7.5 ટકા લોકોના ઘરોમાં જ કારો છે. આ જાણકારી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રના ચેરમેન આણંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp