મથુરા કૃષ્ણ જન્મભૂમિ મામલામાં આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયાનો મોટો ખુલાસો
મથુરા કૃષ્ણ જન્મભૂમિ મામલામાં આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા(ASI)એ મોટો ખુલાસોએ મોટો ખુલાસો કર્યો છે. એક RTIના જવાબમાં ASIએ કહ્યું છે કે, મોઘલ શાસક ઔરંગઝેબે મંદિરો તોડીને મસ્જિદો બનાવી હતી. RTIમાં મથુરાના મંદિરમાં આવેલા કેશવદેવ મંદિર વિશે માહિતી માંગવામાં આવી હતી. જે મંદિર ભગવાન કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભે કરાવ્યું હતું. ASIના જવાબમાં કૃષ્ણભૂમિનું સીધી રીતે નામ લેવામાં નથી આવ્યું, પરંતુ એવી કીધું છે કે કેશવદેવ મંદિરને ઔરંગઝેબના સમયમાં તોડવામાં આવ્યું હતું.
ASIએ મથુરા કૃષ્ણ જન્મભૂમિના 1920ના ઐતિહાસિક રેકોર્ડસના આધારે જાણકારી આપી છે. હિંદુ પક્ષના વકીલે કહ્યું કે આ રિપોર્ટ કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદના કેસમાં મહત્ત્વનો પુરવાર થશે. ASIના રિપોર્ટને અલ્હાબાદ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
મથુરાનો આ વિવાદ 13.37 એકર જમીનનો છે. કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ પાસે 10.9 એકર જમીનનો માલિકી હક છે, જ્યારે શાહી ઇદગાહ પાસે 2.5 એકર જમીન છે. હિંદુ પક્ષ પુરી જમીન પર દાવો કરી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp