શું ચૂંટણી ફંડ આપનારી કંપનીઓ સાથે દરોડાનું કનેક્શન છે? નિર્મલાએ કહ્યું- ના રે ના

PC: twitter.com/nsitharaman

ચૂંટણી પંચે પોતાની વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને મળેલા દાનની વિગતો અપલોડ કરી છે. આમાં મોટી અને મહત્વની માહિતી સામે આવી છે. રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા દાન આપતી ટોચની 30 કંપનીઓમાંથી લગભગ અડધી કંપનીઓ એક યા બીજા સમયે કેન્દ્રીય એજન્સીઓના રડારમાં આવી ગઈ છે.આ કેન્દ્રીય એજન્સીઓમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન અને આવકવેરા વિભાગો વગેરેનો સમાવેશ થાય છે.

હવે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, તેમને સવાલ પુછ્યામાં આવ્યો કે, શું ચૂંટણી ફંડ આપનારી કંપનીઓ સાથે દરોડાનું કનેક્શન છે? નાણાં મંત્રીએ કહ્યું કે, આ માત્ર પુલાવી ખ્યાલ છે. માત્ર કલ્પના છે.

આ કંપનીઓની તપાસની ઉંડાઇ અલગ- અલગ છે, જેમાં કેસ નોંધવાથી લઈને દરોડા પાડવા સુધીનો સમાવેશ થાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કેટલીક કંપનીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન આપનારી 14 કંપનીઓ કેન્દ્ર કે રાજ્યની તપાસ એજન્સીઓના સ્કેનર હેઠળ આવી છે. જેમાં ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસ, મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, હલ્દિયા એનર્જી લિમિટેડ, વેદાંત લિમિટેડ, યશોદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ડીએલએફ કોમર્શિયલ ડેવલપર્સ લિમિટેડ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિ., ચેન્નાઈ ગ્રીનવુડ્સ પ્રાઈવેટ લિમિટેડ, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડ, આઈએફબી એગ્રો લિ., એનસીસી લિમિટેડ, ડીવી એસ લેબોરેટરી લિમિટેડ, યુનાઈટેડ ફોસ્ફરસ ઈન્ડિયા લિમિટેડ અને ઓરોબિંદો ફાર્મા સામેલ છે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે તપાસ એજન્સીના દરોડા અને ચૂંટણી બોન્ડ વચ્ચેનું જોડાણ માત્ર એક 'ધારણા' છે. તેઓએ પ્રશ્ન કર્યો કે શું અગાઉની સિસ્ટમો 100 ટકા પરફેક્ટ હતી.નાણામંત્રીએ કહ્યું કે, આ માત્ર એક ધારણા છે કે EDના દરોડા પછી પૈસા આપવામાં આવ્યા હતા. એ પણ શક્ય છે કે કંપનીઓએ પૈસા આપ્યા હશે, છતાં ત્યાં EDના દરોડા પડ્યા હશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે તે માત્ર એક કલ્પના છે કે EDના અધિકારીઓગયા અને તેમના દરવાજા ખખડાવ્યા અને તેઓ પોતાને બચાવવા માંગતા હતા, તેથી તેઓ પૈસા લાવ્યા. સવાલ એ પણ છે કે શું કોઈને ખાતરી છે કે આ પૈસા ભાજપને જ આપવામાં આવ્યા હતા? સંભવ છે કે આ પૈસા પ્રાદેશિક પક્ષોને આપવામાં આવ્યા હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp