શું તમે મોબાઈલ વગર રહેતા ડરો છો?તો તમે આ રોગના શિકાર છો

PC: navbharattimes.indiatimes.com

જો તમને હંમેશા એ વાતનો ડર લાગે છે કે તમારો ફોન ખોવાઈ જશે અથવા ચોરાઈ જશે, તો તમે એક દુર્લભ બીમારીથી પીડિત છો. આજે અમે તમને આ બીમારી વિશે વધુ માહિતી આપવા જઈ રહ્યા છીએ.

એક સમય એવો હતો જ્યારે સ્માર્ટફોન નહોતા, કે સાદા ફીચર ફોન પણ નહોતા. માણસનું જીવન ખૂબ જ સારી રીતે ચાલતું હતું. ન તો કોઈ તમને ઘણી વખત ફોન કરીને પરેશાન કરતું, કે ન તો કોઈ વ્યક્તિ આખો સમય ફોનમાં મગ્ન રહેતો. જ્યારથી ફોનનો ઉપયોગ વધ્યો છે ત્યારથી લોકોની ચિંતા પણ વધી છે. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે, જો કોઈ વ્યક્તિ તેના ફોન વગર હોય તો તેને ડર લાગવા લાગે છે અને અંદરથી અસ્વસ્થતા અનુભવાય છે. જો તમને પણ એવું જ લાગે તો તરત જ સાવધાન થઈ જાવ, કારણ કે તમે એક એવી બીમારી (નોમોફોબિયા ડિસીઝ)ના શિકાર છો, જે ખૂબ જ દુર્લભ છે અને તમારી આસપાસ એવા ઘણા લોકો હશે જેઓ આ રોગનો શિકાર હશે. જ્યારે તમને આ બીમારી વિશે ખબર પડશે ત્યારે તમને આશ્ચર્ય થશે.

આ રોગને નોમોફોબિયા કહેવામાં આવે છે, એટલે કે તમારા ફોન વગર રહેવાનો ડર. આ રોગથી પીડિત લોકો હંમેશા ડરતા હોય છે કે તેઓ તેમના ફોનથી દૂર થઈ જશે અથવા તેમનો ફોન ચોરાઈ જશે. ફોનની બેટરી ખતમ થવાનો ડર પણ આમાં સામેલ છે. આ સાથે, તેમને વારંવાર તેમનો ફોન તૂટી જવાનો ડર રહે છે. આ એક પ્રકારની ચિંતા છે, જે લોકોને ફોનને લઈને હોય છે.

જો કે આ એક દુર્લભ રોગ માનવામાં આવે છે, પરંતુ આજના સમયમાં તે ખૂબ જ સામાન્ય રોગ બની ગયો છે. ફોનના એડિક્ટેડ લોકોને આવું વધુ થાય છે. ધ રિકવરી વિલેજ વેબસાઈટ અનુસાર, ઘણા છોકરાઓ અને છોકરીઓ પર એક સંશોધન કરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે 23 ટકા પુરૂષ વિદ્યાર્થીઓ નોમોફોબિક છે. તેમાંથી 77 ટકા વિદ્યાર્થીઓ તેમના ફોન વારંવાર ચેક કરે છે, દિવસમાં લગભગ 35 વખત.

નોમોફોબિયાના લક્ષણો વિશે વાત કરીએ તો, તેમાં વારંવાર ફોન નોટિફિકેશન જોવા અને ફોન સ્વીચ ઓફ ન કરી શકવાનો સમાવેશ થાય છે. તમારો ફોન દરેક જગ્યાએ તમારી સાથે રાખવો. ફુલ ચાર્જ થયા પછી પણ ફોનને વારંવાર ચાર્જ કરવો. તમારી પાસે ફોન છે કે નહીં તે વારંવાર તપાસતા રહેવું. એ ચિંતા રહેવી કે તમારી સાથે કંઈક ખરાબ થાય અને તમે કોઈને ફોન કરી શકશો નહીં. Wi-Fi અથવા નેટવર્ક ન હોય ત્યારે ડર લાગે છે અને હંમેશા ફોન ગુમાવવાનો ડર લાગે છે. આ રોગ માટે દવાઓ સહિત અનેક પ્રકારની ઉપચાર ઉપલબ્ધ છે, જેના દ્વારા લોકોને શીખવવામાં આવે છે કે, ફોન વિના પણ જીવન છે, જે જીવવું મુશ્કેલ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp