મૌલાના બોલ્યા- છોકરીઓને 8માં ધોરણ બાદ છોકરાઓ સાથે ન ભણાવવામાં આવે કારણ કે...

PC: telegraphindia.com

જમીયત ઉલેમા-એ-હિંદની ગુરુવારે લખનૌમાં બેઠક થઈ, જેમાં 37 જિલ્લામાંથી હજારોની સંખ્યામાં ઉલેમાના સભ્યોએ ભાગ લીધો. આ બેઠકમાં જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના સૈયદ અરશદ મદની પણ સામેલ થયા હતા. મદનીએ પોતાના સંબોધન દરમિયાન મુસ્લિમ સમુદાયને ઘણા પ્રકારની અપીલ કરી અને કહ્યું કે, મુસ્લિમ સમાજના સુધાર માટે સંઘર્ષ કરવો આ સમયની સૌથી મહત્ત્વપૂર્ણ જરૂરિયાત છે, દરેક એકાઈ પોતાના દાયરામાં રહીને સમાજ સુધાર કાર્યક્રમને એક આંદોલનના માધ્યમથી પોતાના લોકો સુધી પહોંચાડે.

મૌલાનાએ કહ્યું કે, સામ્પ્રદાયિકતાએ ભૂતકાળમાં દેશને નુકસાન પહોંચાડ્યું છે અને તેની બરબાદી આજે પણ આપણી સામે છે અને એવામા તેનો દરેક સ્તર પર વિરોધ થવો જોઈએ. સાથે જ કોઈ પણ વર્ગ દ્વારા ફેલાવવામાં આવેલી સામ્પ્રદાયિકતાનું મુસ્લિમોએ જરાય સમર્થન ન કરવું જોઈએ. જો સાંપ્રદાયિક તત્વ મુસ્લિમોને શિકાર બનાવે છે તો જેટલું થઈ શકે ભાવનાઓ પર નિયંત્રણ રાખો અને બધા મુસ્લિમોને સલાહ આપો કે તેઓ પોતાની ભાવનાઓ પર નિયંત્રણ રાખે કેમ કે સત્તાને હાંસલ કરવા માટે લોકો માહોલ ખરાબ કરે છે.

સાંપ્રદાયિક શક્તિઓ દ્વારા નફરતના નારા આપવા આપણા દેશ વિરુદ્ધ છે. અંગ્રેજોએ દેશનું વિભાજન કર્યું અને એ સમયના મુસ્લિમોને ઉશ્કેર્યા, પરંતુ જમીયત ઉલેમા એ મુસ્લિમોને સાચા માનતું નથી અને તેમનાથી અલગ છે. મુસ્લિમ શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવે, જેમાં નર્સરીથી મિડલ અને હાઇસ્કૂલ સઉદી ઇસ્લામી માહોલમાં શિક્ષણ આપવામાં આવે અને એવું શિક્ષણ જમીયત સાથે જોડાયેલું ઉલેમા વિશેષ રૂપે ધ્યાન આપે અને પોતાની દેખરેખમાં આધુનિક શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવે.

તેમણે આગળ કહ્યું કે, દેશની વર્તમાન સ્થિતિમાં વિશેષ રૂપે મુસ્લિમ છોકરીઓ માટે 8માં ધોરણ બાદ અલગ શિક્ષણ સંસ્થા સ્થાપિત કરવામાં આવે, જેથી છોકરીઓ ખરાબ પ્રભાવથી સુરક્ષિત રહી શકે કેમ કે છોકરીઓને ધર્મપરિવર્તનનો શિકાર બનાવવામાં આવી રહી છે અને તેમનું ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે. તેને રોકવું સમયની જરૂરિયાત છે અને આ ખરાબ હરકતના કારણે પરિવારો બરબાદ થઈ રહ્યા છે અને એટલે દરેક મુસ્લિમ વસ્તીમાં આ પ્રકારની સંસ્થા સ્થાપિત કરવી ખૂબ જરૂરી છે જેથી દીન ઈમાનથી ધર્મની રક્ષા થઈ શકે.

અરેબિયા મદ્રેસાઓને અપીલ કરતા મદનીએ કહ્યું કે, તેઓ સરકારી નિયમો મુજબ સંસ્થા ચલાવે, કોઈ ટ્રસ્ટ કે સોસાયટી દ્વારા રજીસ્ટ્રેશન કરાવીને મદ્રેસાને કાયદાકીય રૂપે મજબૂત કરવામાં આવે, જેથી શિક્ષણ વિભાગને માન્યતા (શૈક્ષણિક સમર્થન) અને સુવિધાઓ મળી શકે. તો ચૂંટણી સાથે સંબંધિત મુદ્દાઓ પર પણ મદનીએ પોતાનો પક્ષ રાખ્યો અને કહ્યું કે ચૂંટણી અગાઉ વોટ જાગૃતિ અભિયાનોના માધ્યમથી મુસ્લિમ પુરુષો અને મહિલાઓને મતદાનના મહત્ત્વ બાબતે જાગૃત કરવામાં આવે અને નવા વૉટરોના નામ મતદાન યાદીમાં નોંધાવવામાં આવે અને પછી ચૂંટણીના દિવસે તેમને યોગ્ય માર્ગદર્શન આપીને મતદાન કરાવવામાં આવે, જેથી મન મુજબ સરકાર પસંદ કરી શકે. દેશના બદલાતા પરિદૃશ્યમાં મુસ્લિમો માટે આત્મનિર્ભર થવું ખૂબ જરૂરી છે, મુસ્લિમ પોતે આત્મનિર્ભર બને અને કોઈના સહારે ન રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp