કેજરીવાલ અને સુનિતાની લવસ્ટોરી રોમાંચક છે, જાણો ક્યા મળ્યા હતા

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની રાજકીય કારકીર્દી જેટલી શાનદાર છે એવી જ એમની લવસ્ટોરી પણ જોરદાર છે. અરવિંદ કેજરીવાલનો જન્મ હરિયાણાના હિસારમાં થયો હતો અને તેમણે IIT ખડગપુરથી મિકેનિકલ એન્જિનિયરીંગમાં બી-ટેક કર્યું હતું. એ પછી કેજરીવાલે થોડા વર્ષો નોકરી કરી અને પછી UPSCની પરીક્ષા આપી અને પાસ કરી.

કેજરીવાલ ટ્રેનિંગ માટે જ્યારે નાગપુર ગયા હતા ત્યારે તેમની મુલાકાત સુનિતા સાથે થઇ હતી. સુનિતા પણ ટ્રેનિંગમાં આવ્યા હતા. બંનેની આંખ મળી અને પહેલાં દોસ્તી થઇ અને એ દોસ્તી પછી પ્રેમ અને લગ્નનમાં પરિણમી. કેજરીવાલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું અને સુનિતા બંને જાણતા હતા કે એકબીજાને પ્રેમ કરીએ છીએ, પરંતુ પ્રેમનો એકરાર કરવાની કોઇમાં હિંમત નહોતી. એક દિવસ અરવિંદ કેજરીવાલે પ્રપોઝ કરી દીધું અને 1994 અરવિંદ-સુનિતા પરણી ગયા. સુનિતા 1993ની બેચના IRS અધિકારી હતા. તેમણે 22 વર્ષ ઇન્કમ ટેક્સ વિભાગમાં કામ કર્યું અને 2016માં VRS લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp