‘ઘરનું ખાવાનું, પત્નીને મળવાની મંજૂરી..’,કસ્ટડીમાં કેજરીવાલને મળશે શું સુવિધાઓ?

PC: thehansindia.com

CBIએ બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત આબકારીનીતિ કૌભાંડ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરી લીધી. ત્યારબાદ કેજરીવાલને રાઉજ એવેન્યૂ સ્થિત વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. CBIએ કોર્ટ પાસે કેજરીવાલની કસ્ટડી માગી. કોર્ટે બધા પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણયમાં કેજરીવાલને 3 દિવસની CBI કસ્ટડીમાં મોકલી દીધા. જો કે, કોર્ટે કેજરીવાલને CBI કસ્ટડીમાં કેટલીક છૂટ આપવાનો આદેશ આપ્યો છે.

અરવિંદ કેજરીવાલના એડવોકેટ વિક્રમ ચૌધરીએ કોર્ટ પાસે માગ કરી કે રિમાન્ડ અવધિ દરમિયાન કેજરીવાલને ઘરનું ખાવાનું અને દવાઓ આપવાની મંજૂરી આપવામાં આવે. સાથે જ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલ અને અન્ય 2 વકીલોને અડધો અડધો કલાક મળવાનો સમય આપવામાં આવે. અરવિંદ કેજરીવાલ તરફથી એમ પણ કહેવામાં આવ્યું કે તેઓ ઊંઘતા પહેલા ગીતા વાંચે છે, એટલે તેમને ગીતા વાંચવાની મંજૂરી આપવામાં આવે. કોર્ટે કેજરીવાલની આ માગોને મંજૂર કરી લીધી.

કોર્ટે કહ્યું કે, CBI કસ્ટડી દરમિયાન કેજરીવાલને ગીતાનું પુસ્તક ઉપલબ્ધ કરાવવામાં આવે. તેની સાથે જ કોર્ટે CBIની કસ્ટડી દરમિયાન કેજરીવાલને ચશ્મા, દવાઓ રાખવાની છૂટ હશે. તેમને ઘરનું બનેલું ખાવાનું આપવામાં આવે. તેઓ રોજ એક કલાક પત્ની સુનિતા કેજરીવાલ સાથે મળી શકશે. વેકેશન બેન્ચના ન્યાયાધીશ અમિતાભ રાવતની કોર્ટે બંને પક્ષોની બધી દલીલો પર ધ્યાન આપ્યા બાદ કેજરીવાલને 29 જૂન 2024 સુધી CBI રિમાન્ડ પર મોકલવાની મંજૂરી આપી. અરવિંદ કેજરીવાલે સુનાવણી દરમિયાન પોતે પણ કોર્ટમાં કેટલીક વાતો રાખી.

તેમણે કહ્યું કે, CBI દાવો કરી રહી છે કે, મેં મનીષ સિસોદિયા વિરુદ્ધ નિવેદન આપ્યું છે. એ તો પૂરી રીતે ખોટું છે. મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટી નિર્દોષ છે. હું પણ નિર્દોષ છું. CBI અધિકારીઓના સંદર્ભે આ પ્રકારના નિવેદન અમને બદનામ કરવા માટે આપવામાં આવી રહ્યા છે. તેના પર કોર્ટે કહ્યું કે, તેમારું સ્ટેટમેન્ટ અમે વાંચી લીધું છે. તમે એમ કહ્યું નથી. તો એડવોકેટ વિક્રમ ચૌધરીએ CBIની માગનો વિરોધ કરતા કહ્યું કે, કેન્દ્રિય તપાસ એજન્સી કહી રહી છે કે કેજરીવાલે તિહાડ જેલમાં પૂછપરછ દરમિયાન ગોળમટોળ જવાબ આપ્યો. તપાસ અધિકારીઓને કેજરીવાલ તરફથી ગુનો સ્વીકારવાનો જવાબ જોઈએ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp