કેજરીવાલના જામીનના માર્ગે 5 મુશ્કેલી, જાણો CBIની રિમાન્ડ, EDથી કેવી રીતે અલગ

PC: timesnownews.com

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઈ છે. રાઉજ એવેન્યૂ કોર્ટે તેમને 3 દિવસના રિમાન્ડ પર CBIને સોંપી દીધા છે. આ બધુ ત્યારે થયું જ્યારે ED સાથે જોડાયેલા કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં શરૂ થવાની હતી. હવે સવાલ છે કે શું કેજરીવાલ જેલથી જલદી બહાર આવી શકશે? એક્સપર્ટ્સનું માનવું છે કે તેમના જામીનના માર્ગે 5 મોટા રોડા છે. CBIને રિમાન્ડ મળ્યા બાદ ઘણું બધુ બદલાઈ ગયું છે. હવે તેમણે ફરીથી પોતાના જામીન પર પ્રયાસ કરવા પડશે. ચાલો જાણીએ CBIની ધરપકડનો અર્થ શું છે?

CBIની તપાસ EDની તપાસથી અલગ કેવી રીતે છે? ED કોઈ કેસમાં ધનની લેવડ-દેવડની તપાસ કરે છે, જ્યારે CBI લોકસેવકોના ભ્રષ્ટાચાર અને લાંચ લેવાના કેસની તપાસ કરે છે. જ્યારે માર્ચમાં મની લોન્ડ્રિંગના આરોપમાં EDએ કેજરીવાલની ધરપકડ કરી હતી, ત્યારે આરોપ લગાવ્યો હતો કે, તેમણે ખોટી રીતે પૈસા લીધા અને તેનો ઉપયોગ કર્યો. PMLA એક્ટની કલમ-3 હેઠળ આ એક ગુનો છે. બીજી તરફ CBIએ 2022માં પ્રીવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

જો કે, ત્યારે તેમાં કેજરીવાલને આરોપી બનાવવામાં આવ્યા નહોતા. માર્ચમાં જ્યારે EDએ કેજરીવાલની ધરપકડ કરી, ત્યારે સોલિસિટર જનરલ એસવી રાજૂએ કોર્ટને જણાવ્યું હતું કે, PMLA હેઠળ આરોપી બનવા માટે કોઈને વિશેષ ગુનામાં સામેલ થવું જરૂરી નથી કેમ કે મની લોન્ડ્રિંગ પોતે એક મોટો ગુનો છે. ત્યારબાદ એપ્રિલમાં CBIએ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા. ત્યારે તેમના વકીલોએ કોર્ટમાં કહ્યું કે, તેઓ સાક્ષી છે, આરોપી નથી. અત્યારે પણ ભ્રષ્ટાચારના આ કેસમાં કેજરીવાલને આરોપી બનાવવામાં આવ્યા નથી.

હવે સવાલ એ છે કે કેજરીવાલ જ્યારે આરોપી નથી તો ધરપકડ કેમ કરવામાં આવી? EDએ આબકારીનીતિ કૌભાંડમાં કથિત લેવડ-દેવડને લઈને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પર આરોપ લગાવ્યો હતો. હાઇકોર્ટમાં પણ EDએ કહ્યું હતું કે કેજરીવાલ 2 પ્રકારના દોષી છે. પહેલા આમ આદમી પાર્ટીના મુખિયા તરીકે જેણે લાંચથી મળેલા પૈસાઓને ચૂંટણીમાં ઉપયોગ કર્યો અને બીજો પર્સનલ કેપેસિટીમાં કેમ કે તેમણે 2 કરોડ રૂપિયા માગ્યા. હવે પૈસા કેજરીવાલ સુધી કેવી રીતે પહોંચ્યા. CBI આ લિંક બાબતે કેજરીવાલ સાથે પૂછપરછ કરવા માગે છે, તેમની પાસે વિશ્વસનીય પુરાવા એકત્ર કરવા માગે છે.

કેજરીવાલના જામીનમાં 5 રોડા

CBIના કેસમાં પણ જામીન લેવા માટે કેજરીવાલે ફરી એક વખત નીચલી કોર્ટમાં જવું પડશે

જો નીચલી કોર્ટે તેમને જામીન આપી દીધી કે ન આપી, બંને કેસોમાં બીજો પક્ષ હાઇકોર્ટ, પછી સુપ્રીમ કોર્ટ જશે.

જો સુપ્રીમ કોર્ટથી કેજરીવાલને CBIના કેસમાં જામીન મળી ગયા તો પણ તેઓ જેલથી બહાર નહીં આવી શકે.

કેમ કે EDના કેસમાં અત્યારે તેમને જામીન મળ્યા નથી. હાઇકોર્ટે નીચલી કોર્ટના જામીન પર સ્ટે લગાવી રાખ્યો છે.

CBIની દલીલોથી સ્પષ્ટ છે કે તેઓ કેસમાં ક્રિમિનલ કોન્સ્પિરેન્સીનો કેસ બનાવી શકે છે, જેનો કેસ સરળ નહીં હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp