CBIની 3 દિવસની કસ્ટડીમાં CM અરવિંદ કેજરીવાલ

PC: x.com/ArvindKejriwal

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની CBIએ દિલ્હી લીકર પોલિસી કેસમાં અરેસ્ટ કર્યા હતા અને આજે CBIએ તેમની 5 દિવસની કસ્ટડી માગી હતી, પણ કોર્ટે કેજરીવાલની પૂછપરછ માટે 3 દિવસની CBI કસ્ટડી આપી હતી.

બુધવારે CBIએ દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. દરમિયાન CBIએ દિલ્હીની દારૂની નીતિ અને તેમાં મુખ્યમંત્રી કેજરીવાલની ભૂમિકા અંગે કોર્ટમાં અનેક દાવા કર્યા છે. હવે મુખ્યમંત્રી કેજરીવાલે આ દાવાઓને નકારી કાઢ્યા છે. મુખ્યમંત્રી કેજરીવાલે કોર્ટમાં કહ્યું કે, મીડિયામાં કંઈક ચાલી રહ્યું છે, જે યોગ્ય નથી. મેં એવું નિવેદન નથી આપ્યું કે, મનીષ સિસોદિયા દોષિત છે. મેં કહ્યું કે, તે નિર્દોષ છે અને હું પણ નિર્દોષ છું. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય મીડિયામાં અમને બદનામ કરવાનો છે. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, મનીષ સિસોદિયા બિલકુલ નિર્દોષ છે. મેં તેમને ગઈ કાલે કહ્યું હતું કે, આ વાહિયાત આરોપો છે. હવે આવનારા બે-ત્રણ દિવસમાં જોઈએ કે CBIના સૂત્રો મીડિયામાં શું શું પ્લાન બનાવશે.

મુખ્યમંત્રી કેજરીવાલના આ ઇનકાર પર કોર્ટે કહ્યું કે, આ વાત કોઇ સૂત્રએ નથી કહી. અમે નક્કર આધાર પર વાત કરી છે.

CBIએ કોર્ટને જણાવ્યું કે, 16 માર્ચ, 2021ના રોજ દારૂના વેપારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી કેજરીવાલ તેમને દારૂની નીતિને લઈને મળ્યા હતા. મુખ્યમંત્રી કેજરીવાલ 16 માર્ચના રોજ સચિવાલયમાં મગુંતા રેડ્ડીને પ્રથમ વખત મળ્યા હતા. તેઓ સાંસદ છે અને દક્ષિણમાં મોટું નામ છે. તેઓ મુખ્યમંત્રી કેજરીવાલને મળ્યા અને દિલ્હીની દારૂની નીતિ અંગે સમર્થન માંગ્યું. આના પર મુખ્યમંત્રી કેજરીવાલે મદદનું આશ્વાસન આપ્યું, પરંતુ આમ આદમી પાર્ટીને ફંડ આપવાનું કહ્યું.

CBIએ કહ્યું કે મંગુથા રેડ્ડીને K. કવિતા સાથે વાત કરવાનું કહેવામાં આવ્યું હતું. 19 માર્ચ, 2021ના રોજ કવિતાએ રેડ્ડીનો સંપર્ક કર્યો અને તેને હૈદરાબાદમાં મળવા કહ્યું. હૈદરાબાદમાં કવિતાએ રેડ્ડી પાસેથી 50 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. રેડ્ડીને કહેવામાં આવ્યું હતું કે, તેઓ પહેલેથી જ નવી દારૂની નીતિ પર કામ કરી રહ્યા છે અને તેમને આ નીતિ પર સાથે મળીને કામ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ બધું મુખ્યમંત્રી કેજરીવાલની સૂચના અને નિર્દેશનથી થયું.

CBIએ કહ્યું કે મુખ્યમંત્રી કેજરીવાલ કહે છે કે, વિજય નાયરે તેમની સાથે કામ કર્યું નથી, પરંતુ તેમણે આતિશી અને સૌરભ ભારદ્વાજની નીચે કામ કર્યું છે. CBIનો દાવો છે કે આ રીતે મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હી એક્સાઈઝ પોલિસીની સંપૂર્ણ જવાબદારી મનીષ સિસોદિયા પર નાખી દીધી. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, એક્સાઇઝ પોલિસીનો વિચાર તેમનો નહીં પરંતુ મનીષ સિસોદિયાનો હતો.

CBIનો દાવો છે કે, અમને મુખ્યમંત્રી કેજરીવાલની કસ્ટોડિયલ પૂછપરછની જરૂર છે. તેઓ એ પણ નથી જણાવી રહ્યા કે વિજય નાયર તેની નીચે કામ કરતો હતો. તે કહે છે કે, તે આતિશી માર્લેના અને સૌરભ ભારદ્વાજની નીચે કામ કરતો હતો અને તેમણે આખો દોષ મનીષ સિસોદિયા પર નાખ્યો અને કહ્યું કે, તેને એક્સાઈઝ પોલિસી વિશે કોઈ જાણકારી નથી.

મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ કરવાનું CBIનું કારણ એ હતું કે, તેઓ દારૂની નીતિને મંજૂરી આપનાર કેબિનેટનો ભાગ હતા. તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો છે કે, લાંચ લીધા પછી હિતધારકોની ઈચ્છા મુજબના દિલ્હીની એક્સાઈઝ પોલિસી 2021-22માં સુધારા કરવામાં આવ્યા હતા. જથ્થાબંધ વેપારીઓ માટે નફાનું માર્જિન 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી કેજરીવાલના વકીલ વિક્રમ ચૌધરીએ આનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું, મુખ્યમંત્રી કેજરીવાલને અન્ય કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હતા ત્યારે CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કોઈ ઓર્ડર પસાર કરવામાં આવ્યો નથી અને અમને જાણ નથી. જે રીતે આ કરવામાં આવ્યું છે, તે ગંભીર ચિંતાનો વિષય છે અને તે બંધારણની કલમ 21નું ઉલ્લંઘન છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ વિશે અમને મીડિયા દ્વારા જાણ થઈ. અમારી માંગ છે કે CBI દ્વારા દાખલ કરવામાં આવેલી રિમાન્ડ અરજીની નકલ પણ અમને આપવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp