સિક્યોરિટી ગાર્ડ-ડ્રાઇવર વગેરેના આગ સળગાવી હાથ સેકવાથી પણ વધે પ્રદૂષણ: કેજરીવાલ
આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે દિલ્હીમાં હવે પ્રદૂષણનું રિયલ ટાઇમ મોનિટરિંગ થશે. રાજધાનીમાં એ વ્યવસ્થા કરવામાં આવી છે કે ક્યારે કયા કારણે કેટલું પ્રદૂષણ થાય છે અને એ હિસાબે પગલાં ઉઠાવવામાં આવશે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્રદૂષણના કારણોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘શિયાળામાં રાતના સમયે સિક્યોરિટી ગાર્ડ્સ અને ડ્રાઇવર વગેરે આગ સળગાવીને હાથ સેકે છે તેના કારણે પણ હવા ખરાબ થાય છે.’
તેમણે કહ્યું કે, દિલ્હીના પ્રદૂષણમાં ચોથો આને પાંચમો હિસ્સો તેનો હોય છે. રિયલ ટાઇમ સોર્સ ઓપરેશનમેન્ટથી અમને રિયલ ટાઇમ સાથે સાથે આગામી 3 દિવસના દરેક કલાકનું અનુમાન જાણવા મળશે. કયા એરિયામાં ગાડીઓના કારણે, ઇન્ડસ્ટ્રીના કારણે અને બાયોમાસ બર્નિંગના પ્રદૂષણથી કેટલું પ્રદૂષણ છે, તેનાથી આપણને પ્રદૂષણથી લડવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં 1/3 પ્રદૂષણ બાહ્ય છે. ¼ બાયોમાસ બર્નિંગ (શિયાળામાં આગ સળગાવી)થી છે.
17-18 ટકા પ્રદૂષણ વાહનોના કારણે થાય છે. તેમણે કહ્યું કે, દિલ્હીના અલગ અલગ વિસ્તારમાં મોબાઇલ વેનને મોકલીને પ્રદૂષણની તપાસ કરવામાં આવશે. એક તૃતીયાંશ પ્રદૂષણ દિલ્હીના બહારનો છે. તે ત્રણ મહિનાથી સ્થિર છે. બીજા નંબર પર બાયોમાસ બર્નિંગ છે, આ એ જ છે ને જે સિક્યોરિટી ગાર્ડ્સ રાત્રે પોતાની આગ સળગાવીને.. એ આપણે જોયું કે શિયાળામાં તેની માત્રા વધારે છે. રાત્રે જ્યારે સિક્યોરિટીવાળો કે ડ્રાઇવર કે લોકો જે પોતાની થોડી આગ લગાવીને હાથ સેકે છે. એ થોડું વધારે છે દિલ્હીની અંદર એક ચોથાઇ પ્રદૂષણ દિલ્હીમાં તેના કારણે થાય છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ બધો ધુમાડો ઉઠે છે. જો કે, તાપમાન ઓછું હોય છે, તો બધો ધુમાડો દિલ્હીમાં ગેસના રૂપમાં, ગેસ ચેમ્બરના રૂપમાં રહી જાય છે. મોબાઇલ વેન એક વિશેષ સ્થાન પર જશે અને એકત્ર કરવામાં આવેલા આંકડાઓનું સુપરસાઇટ પર વિશ્લેષણ કરવામાં આવશે. અત્યારે અમે એક મોબાઇલ વેન લોન્ચ કરી રહ્યા છીએ, પરંતુ જલદી જ અમે હજુ વધુ મોબાઇલ વેન લોન્ચ કરશે. વાસ્તવિક સમયના પ્રદૂષણના સ્ત્રોતો બાબતે જાણકારી પ્રાપ્ત કરવાથી સરકાર વધુ સ્પષ્ટ રીતે સમસ્યાનું સમાધાન કરવામાં સક્ષમ હશે. પહેલા સરકારને પ્રદૂષણના જૂના આંકડાઓ પર નિર્ભર રહેવું પડતું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp