દુલ્હન બનીને ગર્લફ્રેન્ડના લગ્નમાં મળવા પહોંચ્યો પ્રેમી, પકડાઈ ગયો તો પછી...
ક્યારેક ક્યારેક તમે પ્રેમમાં એવી વસ્તુ કરી બેસો છો કે કોઈ એ બાબતે વિચારી પણ શકતું નથી. પ્રેમ આંધળો હોય છે આ કહેવત તો તમે હજારો વખત સાંભળી હશે અને ક્યારેક તો તમારા મુખે બોલાઈ પણ ગઇ હશે પરંતુ આ કહેવતને હકીકતમાં બદલનાર આજે પણ લોકો ઉપસ્થિત છે. જી હાં કંઈક એવી જ ઘટના ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં જોવા મળી છે. એક શખ્સે મહિલા બનવા માટે દુલ્હનનો પહેરવેશ પહેરી લીધો અને તે પોતાની ગર્લફ્રેન્ડના ઘરમાં ભરાઈ ગયો જ્યાં તેના લગ્ન થઈ રહ્યા હતા.
છોકરીનો જૂનો પ્રેમી તેને મળવા તેના ઘરે જ પહોંચી ગયો હતો. છોકરીના ઘરના લોકોને શંકા જતા તેના પ્લાન પર પાણી ફરી વળે છે. છોકરીના પરિવારજનો અને સંબંધીઓએ તેનો પીછો કર્યો અને તેને પકડી લીધો. આ ઘટનાનો વીડિયો થોડા સમયમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વીડિયોમાં શખ્સ લાલ સાડી, વિગ, બંગડીઓ, આભૂષણ પહેરીને નજરે પડી રહ્યો છે અને તેણે મેકઅપ પણ કર્યું છે. શખ્સ એકદમ દુલ્હન જેવો દેખાઈ રહ્યો હતો. છોકરી લગ્નના બંધનમાં બંધાવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતી અને લગ્નની તૈયારીઓ જોરશોર પણ હતી જ્યારે તેનો પ્રેમી તેને મળવા માટે તેના ઘરે પહોંચ્યો.
ક્લિપમાં જોઈ શકાય છે કે લોકોથી ઘેરી શખ્સ સાડી પહેરીને જોઈ શકાય છે જે હેરાન થવા સાથે સાથે ગુસ્સામાં પણ નજરે પડી રહ્યો છે. કેટલાક લોકો તેની પોલ ખોલવા માટે તેના ચહેરાને ઢાકેલા ઘુંઘટને હટાવવાનો પણ પ્રયત્ન કરે છે પરંતુ તેને વીડિયોમાં પોતાનું મોઢું ઢાકતા જોઈ શકાય છે. શરૂઆતમાં લાગ્યું કે છોકરીના રૂમમાં આ ગેટઅપથી સરળતાથી પ્રવેશી જશે પરંતુ અફસોસ! એમ ન થઈ શક્યું. મીડિયા રિપોર્ટ મુજબ પરિવારના લોકો પોલીસને આ ઘટનાની જાણકારી આપી શકે તે પહેલા વ્યક્તિ પોતાના બે મિત્રો સાથે ત્યાંથી ભાગી નીકળ્યો.
ગત વર્ષે ડિસેમ્બરમાં આવી જ એક અન્ય ઘટના ઉત્તર પ્રદેશથી સામે આવી હતી જ્યાં પ્રેમીએ પ્રેમિકાના લગ્નમાં એવો હોબાળો મચાવ્યો હતો કે જેને જોઈને લોકો હેરાન થઈ ગયા હતા. ગોરખપુરમાં અચાનક લગ્નના મંડપમાં વરમાળાના સમયે સ્ટેજ પર ચડીને પ્રેમીએ વરરાજા સામે જ પોતાની પ્રેમિકા દુલ્હનના સેંથામાં સિંદુર ભરી દીધું હતું. આ નજારાને વરરાજા જોતો જ રહી ગયો હતો. જાણકારી મળતા પહોંચેલી પોલીસે લોકોને સમજાવીને મામલો શાંત કરાવ્યો હતો. ઘટનાસ્થળ પર ઉપસ્થિત કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp