ભુજબલ-શરદની મુલાકાતથી અજીતના પક્ષમાં અફરાતફરી, શું છે રાજકીય મહત્ત્વ?

PC: tv9hindi.com

મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ થતી નજરે પડી રહી છે. શિંદે સરકારમાં મંત્રી અને વરિષ્ઠ NCP નેતા છગન ભુજબલની શરદ પવાર સાથેની મુલાકાત પર અરફતફરી મચી ગઈ છે. જો કે, છગન ભુજબલે તેને લઈને સ્પષ્ટતા પણ આપી છે. તેમણે કહ્યું કે, તેઓ OBC અનામતની માગને લઈને મરાઠા સમુદાયમાં છેડાયેલી રારના મુદ્દાને લઇને સીનિયર પવારને મળવા પહોંચ્યા હતા. જો કે, અજીત પવાર આ સ્પષ્ટતાથી સંતુષ્ટ નથી અને તેમની પ્રતિક્રિયાથી લાગે છે કે તેમણે મરચું લાગ્યું છે.

ઉલ્લેખનીય છે કે, છગન ભુજબલ સહિત વિભિન્ન NCP નેતાઓ શરદ પવારનો સાથ છોડીને અજીત પવાર સાથે જતા રહ્યા હતા. ત્યારબાદ શિંદે સરકારમાં તેમને મંત્રી પદ પણ આપવામાં આવ્યું, પરંતુ હવે ફરી એક વખત શરદ પવાર સાથે તેમની મુલાકાતના રાજકીય મહત્ત્વ કાઢવામાં આવી રહ્યા છે. શરદ પવાર અને છગન ભુજબલની મુલાકાતને લઈને અજીત પવાર ગ્રુપમાં જાત જાતની વાતો થઈ રહી છે. કેટલાક નેતાઓનું કહેવું છે કે, છગન ભુજબલ પક્ષ બદલીને પોતાની OBC નેતાની છબી બનાવવા માગે છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ગ્રુપના એક નેતાએ કહ્યું કે, અજીત પવાર તમારી પાર્ટીના નેતા છે. તેઓ નાયબ મુખ્યમંત્રી પણ. જો તમને લાગે છે કે કોઈ મુદ્દો છે તો તેને પોતાની પાર્ટીના નેતાના ધ્યાનમાં લાવો. વિપક્ષમાં બેઠા નેતા શરદ પવાર સાથે મળીને મુદ્દાને ઉકેલવાની વાત કહીને છગન ભુજબલે એ દેખાડવાનો પ્રયાસ કર્યો છે કે તેઓ ન માત્ર NCP, પરતું પ્રદેશના પણ ગેર-વિવાદિત નેતા છે. એક એવા સમયમાં જ્યારે અજીત પવારે કાકા સામે રિટાયર થવા અને તેમને નેતૃત્વ માટે આગળ આવવા દેવાની વાત કહી રહ્યા છે. ભુજબલનું એમ કરવું યોગ્ય નથી.

એ પણ ચોંકાવનારી વાત છે કે છગન ભુજબલે શરદ પવારને મળવા જવાની જાણકારી અજીત પવારને ન આપી, પરંતુ પ્રફુલ પટેલને આપી. તો અજીત પવારે ભુજબલ અને શરદ પવારની મુલાકાત પર ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો. એક અનૌપચારિક વાતચીતમાં અજીતે કહ્યું કે, જો કોઈ તેમને છોડીને જવા માગે છે તો જઇ શકે છે. નવા લોકો જવાબદારીઓ લેવા તૈયાર છે. અજીત પવારના ગ્રુપમાં પણ ચર્ચા છે કે ભુજબલ એ વાતથી નારાજ છે કે તેમને વાયદા મુજબ લોકસભાની ટિકિટ કેમ ન આપવામાં આવી. એટલું જ નહીં, રાજ્યસભાની ચૂંટણીમાં પણ તેમને પૂછવામાં ન આવ્યું.

બીજી તરફ સુપ્રિયા સુલેએ કહ્યું કે, તેમને જાણકારી નથી કે શું ચાલી રહ્યું છે, પરંતુ એ જરૂર કહ્યું કે, NCPમાં ભુજબલને મહત્ત્વ મળી રહ્યું નથી. જો કે, જાણકારોનું કહેવું છે કે શરદ પવાર માટે ભુજબલને પાર્ટીમાં પાછા લાવવા સરળ નહીં હોય. તેની પાછળનું કારણ એ છે કે મરાઠા સમુદાય ભુજબલથી નારાજ છે. હકીકતમાં ભુજબલ મરાઠા સમુદાયને OBCમાં સામેલ કરવાનો વિરોધ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp