વિકાસ દિવ્યકીર્તિનો શું હતો IAS રેન્ક? કેમ છોડી હતી ગૃહ મંત્રાલયની નોકરી

PC: linkedin.com

ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં સ્થિત કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાવાના કારણે 3 મોત થવાની ઘટના બાદ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે. MCDએ ઓલ્ડ જૂની દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં 6 અને ઉત્તર પશ્ચિમ દિલ્હીના મુખર્જી નગરમાં 1 કોચિંગ સંસ્થાઓના બેઝમેન્ટને સીલ કરી દીધા છે. MCD તરફથી કરવામાં આવેલી કાર્યવાહીમાં પ્રખ્યાત કોચિંગ સંસ્થા દૃષ્ટિ (ધ વિઝન) પણ સામેલ છે. ત્યારબાદ દૃષ્ટિ સંસ્થાના માલિક અને પ્રખ્યાત શિક્ષણવિદ વિકાસ દિવ્યકીર્તિ ચર્ચામાં આવી ગયા છે.

IASમા કયો રેન્કિંગ હતો

હરિયાણામાં જન્મેલા વિકાસ દિવ્યકીર્તિ IASની તૈયારી કરનારાઓમાં ખૂબ જ પ્રખ્યાત નામ છે. વિકાસ દિવ્યકીર્તિએ વર્ષ 1995માં દિલ્હીથી હિન્દી સાહિત્યમાં માસ્ટર્સ કર્યા બાદ સિવિલ સર્વિસની પરીક્ષા આપી હતી. પોતાના પહેલા જ પ્રયાસમાં વિકાસ દિવ્યકીર્તિએ 384મો રેન્ક હાંસલ કર્યો હતો. તે સમયે CISF કમાન્ડેન્ટની પોસ્ટ ઓફર થઇ હતી. તેમાં મેડિકલના ક્રાઇટેરિયાને વિકાસ દિવ્યકીર્તિ પૂરો કરી શકતા નહોતા. તેની સાથે જ તેમને CISFમાં પણ રૂચિ નહોતી.

ત્યારબાદ તેમને એ સમયે દિલ્હી સચિવાલયની સેવા મળી હતી. એ ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. જો કે, તે હવે સિવિલ સર્વિસનો હિસ્સો નથી. તેમણે જૂન 1997માં નોકરી જોઇન્ટ કરી હતી. આ દરમિયાન, તેઓ દિલ્હીમાં ટીચિંગનું કામ પણ ચાલુ રાખતા હતા. આ અગાઉ સિવિલ સર્વિસની જોઇનિંગ અગાઉ તેમણે વર્ષ 1997માં લગ્ન પણ કરી લીધા હતા. વિકાસ દિવ્યકીર્તિ ઇચ્છતા નહોતા કે તેઓ આ સેવાને જોઇન્ટ કરે. એ સમયે તેમની પાસે 4 પ્રયાસો બચ્યા હતા.

તેમણે દિલ્હી સચિવાલય સેવામાં ડેસ્ક ઓફિસરના રૂપમાં કામ કામ શરૂ કર્યું. તે સમયે તેઓ હિન્દીમાં પીએચડી કરી રહ્યા હતા. એવામાં તેમણે રાજભાષા અધિકારીના રૂપમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે થોડા મહિના કામ કર્યું. ત્યારબાદ તેમને સ્પૉન્ડિલિટિસની સમસ્યા થઇ ગઇ. તેમને બેસવામાં પરેશાની થવા લાગી. તેઓ ઘણા મહિનાઓ સુધી મેડિકલ લીવ પર રહ્યા. જોઇનિંગ વચ્ચે તેઓ દિલ્હીની એક કૉલેજમાં પણ ભણાવી ચૂક્યા હતા. મેડિકલ લીવ પર રહેવા દરમિયાન જ તેમને શિવાજી કૉલેજમાંથી ટીચિંગ ઑફર આવી. એવામાં આખરે તેમણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp