અશોક ચવ્હાણની વિદાઈ બાદ હજુ મહારાષ્ટ્ર કોંગ્રેસમાં શું થવાનું છે, 5 MLA...

PC: hindi.news18.com

અશોક ચવ્હાણ BJPમાં જોડાતાની સાથે જ કોંગ્રેસને મોટો આંચકો લાગવા માંડ્યો. ગુરુવારે સવારે પાર્ટીની બેઠક યોજાઈ હતી, જેમાં 5 ધારાસભ્યોએ હાજરી આપી ન હતી. જે લોકો આ મીટિંગમાં આવ્યા ન હતા તેમાંથી ત્રણ અશોક ચવ્હાણના નજીકના ગણાય છે અને નાંદેડના છે. મરાઠવાડાના આ વિસ્તારમાં અશોક ચવ્હાણનો સારો પ્રભાવ રહ્યો છે. ચવ્હાણની નજીકના આ ધારાસભ્યો છે, જીતેશ અંતપુરકર, મોહન હમબરડે, માધવરાવ પવાર જવલગાંવકર. આ લોકો સિવાય બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકી પણ પહોંચ્યા ન હતા. બાબા સિદ્દીકી તાજેતરમાં જ અજિત પવારના નેતૃત્વવાળી NCPમાં જોડાયા છે. મુંબઈના અન્ય ધારાસભ્ય અસલમ શેખ પણ બેઠકમાં જોવા મળ્યા ન હતા.

 

પાર્ટીની અન્ય એક ધારાસભ્ય સુલભ ખોડકે પણ બેઠકમાં હાજર રહ્યા ન હતા. તે અમરાવતી સીટથી ધારાસભ્ય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે પણ ટૂંક સમયમાં NCPમાં જોડાશે. જો કે, કોંગ્રેસનું કહેવું છે કે, તેણીએ પાર્ટી પાસેથી પહેલેથી જ પરવાનગી લઈ લીધી હતી કે તે પહોંચી શકશે નહીં. જોકે, પક્ષે ચાર લોકો ન આવ્યા હોવાની વાત સ્વીકારી હતી. આ બેઠક પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર ચંદ્રકાંત હંડોરના નામાંકન પહેલા બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત આ બેઠકમાં કોંગ્રેસ એ પણ જાણવા માંગતી હતી કે, કયા ધારાસભ્યો તેની સાથે છે અને ચવ્હાણની પાછળ કોણ BJPમાં જોડાઈ શકે છે.

 

બેઠકમાં કેટલાક સાંસદોની ગેરહાજરીથી રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગની શક્યતા પણ વધી છે. જોકે, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેનું કહેવું છે કે, પાર્ટીના તમામ ધારાસભ્યો એક છે. 27મી ફેબ્રુઆરીએ યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં પણ આ બાબત જોવા મળશે. અહીં તમને જણાવી દઈએ કે, મંગળવારે જ મહારાષ્ટ્રના પૂર્વ CM અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા હતા. ત્યારથી એવી ચર્ચા છે કે, તેમના પછી લગભગ એક ડઝન ધારાસભ્યો પણ BJPમાં જોડાઈ શકે છે. જોકે, ચવ્હાણ કહી રહ્યા છે કે, તેમણે કોઈ ધારાસભ્યને કોંગ્રેસ છોડવા માટે કહ્યું નથી.

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલાએ કહ્યું કે, અમારી પાસે રાજ્યસભા માટે પૂરતા ધારાસભ્યો છે. અશોક ચવ્હાણ જાણે છે કે, તેમની સાથે કોઈ નથી અને જો તેઓ ક્રોસ વોટિંગ કરે તો તેમનું સભ્યપદ ગુમાવ્યું હોત, તેથી તેમણે રાજીનામું આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp