બોસ સાથે ન બન્યું તો છોડતા પહેલા છોકરીએ કંપનીને ડિજિટલી દિવ્યાંગ બનાવી દીધી!
નોકરીમાં, લોકો ઘણીવાર તેમના બોસ અથવા પોતાની સાથે કામ કરતા સભ્ય સાથે કોઈને કોઈ મુદ્દા પર તકરારો થયા કરતી હોય છે. ઉકેલ તરીકે ઘણા લોકો તેમની નોકરી છોડી દે છે. પરંતુ, અહીં મામલો જરા અલગ જ છે. એક છોકરીએ પોતાના બોસ અને પોતાની સાથે કામ કરતા સભ્યોથી બદલો લેવા માટે એવી રીત અપનાવી કે, આખી ટીમને ઘણી શરમજનક હાલતમાં મુકાઈ જવું પડ્યું હતું. યુવતીએ પોતે લીધેલો બદલો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. તેણે કહ્યું કે, તેની સાથે સારી રીતે વ્યવહાર કરવામાં આવ્યો ન હતો, તેથી તેણે તેની નોકરી છોડી દીધી હતી અને દરેકના E-mail પાસવર્ડ બદલી નાખ્યા હતા, જેથી કરીને તેઓ હવે તેને ઍક્સેસ કરી શકશે નહીં.
નોકરી દરમિયાન એક નાની બાબતને લઈને મેનેજર સાથે થયેલી લડાઈને કારણે એક યુવતીએ એવું પગલું ભર્યું કે, જેને લઈને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. બદલો લેવા માટે તેણે માત્ર નોકરી જ છોડી ન હતી પરંતુ તેના ટીમ મેનેજર અને તેના અન્ય તમામ સાથીદારોના E-mail પાસવર્ડ પણ બદલી નાંખ્યા હતા. હકીકતમાં, તે એક રેસ્ટોરન્ટમાં કામ કરતી હતી.
Redditએ છોકરીના ઇન્સ્ટાગ્રામ પેજ પર આ પોસ્ટ શેર કરી છે. યુવતીએ લખ્યું છે કે, કેવી રીતે તેની સાથે સારો વ્યવહાર ન થયો. છેવટે તેણે નોકરી છોડવાનો નિર્ણય કર્યો. છોકરી લખે છે, 'મને એ વાતની પણ પરવા નથી કે આ મારું બાલિશ કૃત્ય છે. હું આના પર ધ્યાન કેન્દ્રિત કરવા માંથી માંગતી, કારણ કે કામ પર મારી સાથે કેટલું ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. આખી ટીમમાં હું એકમાત્ર છોકરી હતી, જોકે હું આવું કહીને હું ગર્લ કાર્ડ નથી રમી રહી.'
છોકરી આગળ લખે છે, 'મારી નોકરી છોડ્યાના એક અઠવાડિયા પછી, મને સમજાયું કે, હું હજી પણ મારા મેનેજરના એકાઉન્ટમાં લૉગ ઇન કરી શકું છું, અને તેણે પાસવર્ડ બદલ્યો ન હતો. આ એકાઉન્ટ મૂળભૂત રીતે રેસ્ટોરન્ટનો સમગ્ર ડેટાબેઝ હતો. તેમાં મેનુ, સ્ટાફ, ઓર્ડર, સ્ટોક વગેરેની માહિતી હતી. મેં E-mailને મેં બનાવેલા નકલી E-mailથી બદલ્યો અને પછી દરેકના પાસવર્ડ બદલી નાંખ્યા, જેથી કરીને તેઓ તેને ઍક્સેસ ન કરી શકે.'
આ પોસ્ટને હજારો લાઈક્સ મળી છે. યુવતીના આ પગલા પર લોકોમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાકે તેને બાલિશ ગણાવી છે, તો કેટલાકે યુવતીના સમર્થનમાં પોસ્ટ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp